વેપારીઓ તથા સામાજિક-રાજકીય આગેવાનો સાથે લોક દરબાર યોજી પ્રશ્નો સાંભળતા મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી.
વાંકાનેર શહેર ખાતે ગુરુવારે સાંજના સમયે મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ વડા દ્વારા વાંકાનેર વિસ્તારના વેપારીઓ તથા સામાજિક-રાજકીય આગેવાનો સાથે ચર્ચા કરી અને લોકોના પ્રશ્નો સાંભળી શક્ય તમામનું નિરાકરણ લાવવા ખાત્રી આપી હતી.
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા ગઇકાલે સાંજે 4 વાગ્યે વેપારીઓ સાથે અને પાંચ વાગ્યે સામાજિક તથા રાજકીય આગેવાનો સાથે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ વડા દ્વારા તમામ લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા. આ લોક દરબારમાં મોટાભાગના લોકો દ્વારા વાંકાનેર શહેરની માથાના દુખાવા સમાન ટ્રાફિક સમસ્યા બાબતે જ રજુઆતો કરવામાં આવી હતી, આ સાથે અન્ય રજૂઆતો પણ સાંભળી અને શક્ય તમામના નિરાકરણની ખાત્રી જીલ્લા પોલીસ વડાએ આપી હતી.
માળિયા (મી): માળિયા (મી) તાલુકાના મોટા દહીસરા ગામે ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ અશ્વીનભાઇ ગોવિંદભાઇ કાંઝીયા ઉ વ-૪૩. રહે-મોટાદહીસરા, તા. માળીયા મીંયાના, જી. મોરબી, વાળા ગત તા. ૨૯/૧૧/૨૦૨૩ ના રોજ સવારના કોઈ પણ સમયે પહેલા કોઈ કારણસર ગળેફાંસો ખાઇ જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ...