લોહાણા સમાજમાં આંતરીક વિખવાદ ? સોશિયલ મીડિયામાં પોસ્ટ થઈ વાયરલ
હાલમાં સોશિયલ મીડિયામાં એક મેસેજ વહેતા થયા છેકે મોરબી લોહાણા સમાજ ના મહાસંમેલન નો વિરોધ કરનારા ખજુરીયાઓ લોહાણા સમાજ ના નામ થી કોઈ કાર્યક્રમ કરશે તો જોવા જેવી થશે
થોડા સમય પહેલા રઘુવંશી સમાજ નુ વર્ચસ્વ વધારવા માટે મોરબી મુકામે રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા રઘુવંશી એકતા મહાસંમેલન નુ આયોજન કરવા મા આવ્યુ હતુ. જેમાં ગામેગામ થી બહોળી સંખ્યા મા રઘુવંશી અગ્રણીઓએ ઉપસ્થિત રહી મહાસંમેલન ને સફળ બનાવ્યુ હતુ. ત્યારે આપણા મોરબી ના આપણા જ સમાજ ના અમુક ખજુરીયાઓ સંમેલન ને નિષ્ફળ બનાવવા ના પ્રયત્નો કરતા હતા. આજે એ ખજુરીયાઓ ને જણાવવાનુ કે આપ કોઈ પણ કાર્યક્રમ કરશો અને તેમા જો લોહાણા સમાજ નુ નામ લેશો તો તેનુ પરિણામ ભોગવવા તૈયાર રહેશો. માત્ર મોરબી નહી, સમગ્ર ગુજરાત ના લોહાણા સમાજ ને ખ્યાલ છે કે મોરબી ના ખજુરીયા કોણ છે. માટે શાન માં સમજી જજો. અને ખજુરીયા ની સાથે રહેનાર ને પણ સમગ્ર ગુજરાત નો લોહાણા સમાજ ખજુરીયા નુ બિરૂદ આપશે તેવો મેસેજ વાયરલ થયો છે