Monday, May 20, 2024

લોકસભા ચુંટણી અન્વયે F.S.T. અને S.S.T. ટીમમાં નિયુક્ત અધિકારીઓને સ્પેશિયલ મેજિસ્ટ્રીયલ પાવર અપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

ચૂંટણી અન્વયે ભારતીય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી ઝોનલ ઓફિસર, વિવિધ કામગીરી માટે નિયુક્ત નોડલ અધિકારી, ફ્લાઈંગ સ્ક્વોડ(F.S.T.) અને સ્ટેટીક સર્વેલન્સ ટીમ (S.S.T.)માં નિયુક્ત અધિકારીઓને ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમની વિવિધ કલમો હેઠળ સ્પેશિયલ મેજિસ્ટ્રીઅલ પાવર આપવામાં આવે છે. જે અંતર્ગત લોકસભા ચૂંટણી-૨૦૨૪ અન્વયે મોરબી જિલ્લામાં ફ્લાઈંગ સ્ક્વોડ અને સ્ટેટીક સર્વેલન્સના નિયુક્ત અધિકારીઓને ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટ (સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ) તરીકેના અધિકારો આપવામાં આવ્યા છે.

લોકસભાની ચૂંટણી અન્વયે ફ્લાઈંગ સ્ક્વોડ(F.S.T.) અન્વયે ૧-કચ્છ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૬૫-મોરબી વિધાનસભા મતવિસ્તારમાં ૧ રિઝર્વ ટીમ સહિત ૪ ટીમ, ૧૦ રાજકોટ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૬૬-ટંકારા વિધાનસભા મતવિસ્તારમાં ૧ રિઝર્વ ટીમ સહિત ૪ ટીમ તેમજ ૧૦-રાજકોટ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૬૭-વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં ૧ રિઝર્વ ટીમ સહિત ૪ ટીમોની નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે સ્ટેટીક સર્વેલન્સ ટીમ(S.S.T.) હેઠળ ૧-કચ્છ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૬૫-મોરબી વિધાનસભા મત વિસ્તારમાં ૧ રિઝર્વ ટીમ સાથે ૪ ટીમ ૧૦-રાજકોટ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૬૬-ટંકારા વિધાનસભા મતવિસ્તારમાં ૧ રિઝર્વ ટીમ સહિત ૫ ટીમ તેમજ ૧૦-રાજકોટ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૬૭-વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં ૧ રિઝર્વ ટીમ સહિત ૪ ટીમોની નિયુક્તિ કરવામાં આવી છે.

ફ્લાઈંગ સ્ક્વોડ(F.S.T.) અને સ્ટેટીક સર્વેલન્સ ટીમ (S.S.T.) હેઠળ નિયુક્ત થયેલા અધિકારીઓને ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ની કલમ ૪૪ હેઠળ ARREST BY MAGISTRATE, કલમ ૧૦૩ હેઠળ TO DIRECT SEARCH IN HIS PRESENCE, કલમ ૧૦૪ હેઠળ POWER TO IMPOUND ANY DOCUMENTS AND THINGS, કલમ ૧૨૯ હેઠળ DISPARSAL OF ASSEMBLY BY USE OF CIVIL FORCE અને કલમ ૧૪૪ હેઠળ TO ISSUE TEMPORARY ORDERS IN URGENT CASES OF NUISANCE OR A PREHENDANT DANGER ના પાવર આપવામાં આવ્યા છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર