માળીયામાં પ્રેમ લગ્નનો ખાર રાખી ત્રણ વ્યક્તિ પર ત્રણ શખ્સોનો ધોકા, પાઈપ, ધારીયા વડે હુમલો
માળીયા મીંયાણા શહેરમાં સરકારી હોસ્પિટલ પાસે યુવતીનો ભાઈ આરોપીની ભત્રીજીને બે અઢી વર્ષ પહેલાં ભગાડી લગ્ન કરી લિધેલ હોય જેનો ખાર રાખી ત્રણ શખ્સોએ યુવતી સહિત ત્રણ વ્યકિત પર લાકડાના ધોકા, પાઈપ તથા ધારીયા વડે હુમલો કરી ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની માળિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા મીયાણામા સરકારી હોસ્પિટલ પાસે રહેતા સાઈનાબેન ઉમરભાઈ મુસાણી (ઉ.વ.૨૨) એ આરોપી લતીફભાઇ હૈદરભાઇ કાજેડીયા, ઇબ્રાહીમભાઇ ઉર્ફે કારો મુસ્તાકભાઇ કાજેડીયા, સિકન્દર મુસ્તાકભાઇ કાજેડીયા રહે. સરકારી હોસ્પીટલ પાસે માળીયાવાળા વિરુદ્ધ માળિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીનો ભાઇ ઉસ્માન આરોપીની ભત્રીજીને બે અઢી વર્ષ પહેલા ભગાડી લગ્ન કરી લીધેલ હોય જેનો ખાર રાખી આરોપીઓ ફરીયાદીના ઘર પાસે આવી ગાળા ગાળી કરી દરવાજામાં લાકડા તથા પાઇપના ધોકા મારી ફરીયાદી તથા સાથી વલીમહમદભાઇ તથા રસુલભાઇ બહાર નીકળતા આરોપીઓએ ધોકા, પાઈપ અને ધારીયા વડે હુમલો કરી ઈજાગ્રસ્ત કરી ફરીયાદી તથા સાથીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.