Friday, May 16, 2025

લુંટના ગુન્હામાં નાસતા ફરતા ઈસમને પાંચ ચોરાવ બાઈક સાથે માળિયા પોલીસે ઝડપી પાડયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

અમદાવાદ શહેર વટવા પોલીસ સ્ટેશનમાં લુંટ ગુન્હાના નાસતા ફરતા આરોપીને ચોરીના પાંચ મોટર સાયકલ કી.રૂ ૧,૮૫, ૦૦૦/- ના મુદામાલ સાથે માળીયા વિસ્તારમાંથી આરોપીને માળીયા મીયાણા પોલીસે ઝડપી પાડયો છે.

માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફને સંયુક્તમાં ખાનગી રાહે બાતમી મળેલ કે, અમદાવાદ શહેર વટવા પોલીસ સ્ટેશનના બી.એન.એસ કલમ ૩૦૯(૪),૩૧૧ વિ.મુજબના ગુનામાં નાસતો ફરતો આરોપી ઇસુબભાઇ મુસાણી (મીયાણા) રહે-અમદાવાદ વાળો ચોરી કરેલા મોટરસાયકલ સાથે માળીયા મીં વિસ્તારમા આટા ફેરા કરે છે તેવી ચોક્કસ બાતમીના આધારે ઇસુબભાઇ હબીબભાઇ મુસાણી (મીયાણા) (ઉ.વ-૨૪) રહે- અમદાવાદ શાહીબાગ વાળો મળી આવતા જેની સઘન અને યુક્તી પ્રયુક્તીથી પુછપરછ કરતા આરોપી ઉપરોક્ત વટવા પોલીસ સ્ટેશનના લુંટના ગુન્હામાં નાસતો ફરતો હોય અને પોતે અમદાવાદ શહેર ગાંધીધામ જામનગર ખાતેથી જાહેર જગ્યાએ પાર્ક કરેલ મોટર સાયકલોની ચોરી કરેલની કબુલાત આપતા આરોપી પાસેથી પાંચ ચોરાવ બાઈક કી.રૂ ૧,૮૫,૦૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા બી.એન.એસ.એસ કલમ ૧૦૬(૧) મુજબ કબ્જે કરી આરોપીને બી.એન.એસ.એસ કલમ ૩૫ (ઇ) મુજબ અટક કરી આગળની ધોરણસરની કાર્યવાહી માળીયા મીયાણા પોલીસે હાથ ધરેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર