હળવદમાં લુંટ અને ચોરીના ગુન્હાને અંજામ આપનાર બેલડી ઝડપાઈ
હળવદનાં રાણેકપર રોડ ઉપર થયેલ લુંટનો ગુનો ડીટેકટ કરી મુદામાલ રીકવર તેમજ તેજ સમયે બનેલ વાહન ચોરીનો ગુનો એમ બન્ને ગુના ડીટેક્ટ કરી બે ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
હળવદ રાણેકપર રોડ પર આનંદ બંગ્લોઝ પાસે માર્કેટ યાર્ડનાં વેપારી પોતાનું મોટરસાયકલ લઈ થેલામાં વેપારનાં હિસાબનાં પૈસા લઈને ઘર તરફ જતાં હતાં ત્યારે બે અજાણ્યા ઈસમોએ આ વેપારીની આંખમાં મરચાની ભુક્કી છાંટી વેપારી પાસે રહેલ રૂપિયા ૬,૯૦,૦૦૦/- ભરેલ થેલાની લુંટ કરી નાશી જતાં વેપારી ફરિયાદીની ફરીયાદ પરથી હળવદ પોલીસ સ્ટેશનમા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હોય.
બાદ હળવદ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ આ અનડિટેકટ ગુનો ડિટેકટ કરવા માટે ટેકનીકલ તેમજ હ્યુમન ઈન્ટેલીજન્સથી ચોક્કસ બાતમીના આ લુંટ કરનાર બે આરોપી રાહુલ ઉર્ફે પીંગરો વિજયભાઇ હળવદીયા રહે. મોરબી વિસીપરા અમરેલી રોડ ફુલછાબ કોલોની ની બાજુમાં મોરબી તથા કિશન સ/ઓ મોતીભાઈ પરસાડીયા હાલ રહે મોરબી દલવાડી સર્કલ પાસે મચ્છોનગર. હનુમાનજી મંદિર પાસે મોરબી-૧ મુળ રહે ગામ મોટી વાવડી તા.જી. મોરબીવાળાને પકડી લુંટમાં ગયેલ થેલા સહિત રોકડ રકમ રૂપીયા ૫,૧૧,૮૦૦/-તેમજ લુંટનાં રૂપિયાથી ખરીદેલ આઇ-૨૦ કાર રજીસ્ટર નં.GJ-27-AH-2440 ના મુદામાલ સાથે પકડી આરોપીઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ બંન્ને આરોપીઓએ લુંટ દરમ્યાન નાશી ભાગવા માટે એક મોટર સાઈકલ જેનો રજીસ્ટર નં- GJ-06- AR- 2534 વાળું ચોરી કરેલ ની કબુલાત આપતા હોય જે અન્ય એક ગુનો ડીટેક્ટ કરેલ છે.