લુટેરી દુલ્હન નો ભોગ બન્યો મોરબીનો યુવાન
ત્રણ લાખ આપી લગ્ન કર્યા પણ ત્રણ દિવસમાં દુલ્હન છું મંતર…
મોરબીના પ્રૌઢનો પુત્ર લુટેરી દુલ્હનનો ભોગ બન્યો હોવાનું સામે આવ્યું છે જેમાં લગ્નવાછુ યુવનને પોતાની જાતમાં છોકરી ન મળતાં તેમને અન્ય કાસ્ટમા લગ્ન કરવાનું વિચાર્યું હોય અને કોઈપણ રીતે અમદાવાદની લુંટેરી દુલ્હન ગેંગનો સંપર્ક થતા યુવક તથા તેના પીતાજીને વિશ્વાસમાં લઈ ૩,૦૦,૦૦૦ લાખ રૂપિયામા યુવતી સાથે લગ્ન નક્કી કરી યુવક સાથે લગ્ન રજીસ્ટ્રાર કરાવી ત્રણ લાખ રૂપિયા ઓળવી જઈ પ્રૌઢના ઘરે ત્રણ દિવસ રોકાઈ પોતાના પિતાના મરણનું બહાનું કરી જતી રહેલ હોય અને આરોપીએ યુવતીના અન્ય સાથે લગ્ન કરાલી દય પ્રૌઢ તથા તેના પુત્ર સાથે છેતરપિંડી કરી હોવાની સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર પ્રભુ કૃપા રેસીડેન્સી રોયલ પાર્કમાં રહેતા સુંદરજીભાઈ દેવજીભાઈ જશાપરા (ઉ.વ.૫૫) એ આરોપી રાજુભાઇ તન્ના તથા ચાંદની બેન રહે બંને અમદાવાદવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના દિકરા રાહુલ સાથે આરોપી રાજુભાઈ ઠકકરે આરોપી ચાંદની સાથે લગ્ન રજીસ્ટ્રાર કરાવી લગ્ન પેટેના ખર્ચના કુલ રૂ. ૩,૦૦,૦૦૦/- ઓળવી જઈ આરોપીના ફરીયાદીના ઘરે ત્રણ દિવસ રોકાયને પોતાના પિતાનુ મરણ ગયેલ હોવાનુ બહાનુ કરી જતા રહેલ બાદ પાછા નહિ આવી આરોપીએ આરોપી ચાંદની ના અન્ય જગ્યાએ લગ્ન કરાવી દઈ ફરીયાદી સાથે વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ બી.એન.એસ. કલમ -૩૧૬(૨), ૩૧૮(૪), ૫૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.