મોરબી: લુંટના ગુન્હામાં સંડોવાયેલ બે ઈસમોને પાસા તળે જેલ હવાલે કરાયા
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં લુંટના ગુન્હામાં સંડોવાયેલ બે ઈસમોને પાસા એક હેઠળ અટકાયત કરી સુરત અને વડોદરા મધ્યસ્થ જેલ હવાલે મોરબી તાલુકા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં લુંટના ગુન્હામાં સંડોવાયેલ બે આરોપી સિકંદરભાઇ ઇકબાલભાઇ કટીયા (ઉ.વ.૧૯) રહે-ગેબનસાપીરની દરગાહની પાસે માળીયા (મિં) તથા સિંકદરભાઇ ઉર્ફે સીકલો મુસ્તાકભાઈ કાજેડીયા (ઉ.વ.૧૯) રહે-ઓસંસાપીરની દરગાહની બાજુમાં માળીયા (મિં) વાળા વિરુદ્ધ જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય, જે ઇસમ ને સત્વરે અટકાયત કરવામાટે મોરબી તાલુકા પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડી આરોપી સિકંદરભાઈ કટીયાને લાજપોર, સુરત મધ્યસ્થ જેલ તથા બીજા આરોપી સિકંદર ઉર્ફે સિકલો કાજેડીયાને વડોદરા મધ્યસ્થ જેલ હવાલે મોકલી આપવા કાર્યવાહી હાથ ધરેલ છે.