માળીયામાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો
માળીયા (મી): માળિયા (મી) મોટી બજાર માલાણી શેરીમાં આવેલ આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો માળિયા (મી) પોલીસે ઝડપી પાડયો છે. આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ માળિયા (મી) મોટી બજાર માલાણી શેરીમાં રહેતા આરોપી રસુલ ઉર્ફે કારો મુશાભાઈ માલાણીના રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂના ચપલા નંગ -૧૨૦ કુલ કિં રૂ.૧૨૦૦૦ નો મુદ્દામાલ માળિયા (મી) પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી આરોપી રસુલ ઉર્ફે કારો મુશાભાઈ માલાણી રહે. માળીયા (મી) મોટી બજાર માલાણી શેરીવાળો સ્થળ પર હાજર ન મળી આવતા માળિયા (મી) પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.