Tuesday, May 13, 2025

માળીયાના હંજીયાસર ગામે યુવકને હથીયાર સાથે ફોટો પડી વોટ્સએપ પર સ્ટેટસ રાખવું પડ્યું ભારે 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

 માળીયા (મી): માળિયા (મી) તાલુકાના હંજીયાસર ગામે યુવકે લાયન્સ કે પરવાના વગર હથીયાર સાથે ફોટા પાડી સમાજમાં ભય ઉભો કરવાના ઈરાદાથી ફોટો વોટ્સએપ સ્ટેટસ રાખતા યુવક તેમજ તેને હથીયાર આપનાર શખ્સની અટક કરી આરોપીઓ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ મથકમાં ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના હંજીયાસર ગામે રહેતા મુસ્તાકભાઈ અનવરભાઈ જામ (ઉ.વ.૨૯) એ પોતાની પાસે કોઇ હથિયાર પરવાનો કે, લાયસન્સ ન હોવા છતા, સમાજમાં ભય ઉભો કરવાના ઇરાદે તેમજ પોતાના શોખ ખાતર પરવાનાવાળા બારબોરના હથિયારથી ફોટો પાડીપોતાના વોટ્સએપ સ્ટેટસમાં ફોટોપોસ્ટ કરી, તેમજ આરોપી અનવરભાઈ હારૂનભાઈ જામ રહે. હંજીયાસર ગામ તા. માળીયા (મી) વાળાએ પોતાનું લાયસન્સવાળુ હથીયાર આરોપી મુસ્તાકભાઈ પાસે હથિયાર રાખવાનો પરવાનો નથી તેને આપી, લાયસન્સ ધારકની શરત ભંગ કરી ગુન્હો કરવામાં એકબીજાની મદદગારી કરી હોવાથી બંને શખ્સોની માળિયા (મી) પોલીસે અટક કરી આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટ કલમ -૨૯,૩૦ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર