Wednesday, May 21, 2025

મચ્છુ-૨ ડેમના પુલથી જોધપર નદી ગામ તરફ જવાના રોડ પર ટ્રકે અડફેટે લેતાં બાઈક સવારનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના જોધપર (નદી) ગામની સીમ મચ્છુ-૨ ડેમના પુલથી જોધપર નદી ગામ તરફ જવાના રોડ ઉપર નર્સરી સામે વળાંક પાસે રોડ ઉપર ટ્રકે હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ પર આવેલ રાફડાની વાડી વિશાલ ફર્નિચર પાછળ રહેતા બળદેવભાઇ કરમશીભાઈ ચાવડા (ઉ.વ.૩૬) એ આરોપી ટ્રક રજીસ્ટર નંબર- GJ-03- AZ-0387 વાળાના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૨-૦૮-૨૦૨૩ ના રોજ આરોપીએ પોતાના હવાલાનો ટ્રક રજી.નં.GJ-03-AZ-0387 વાળો ફુલ સ્પીડમા, ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે બેફકરાઇથી બેદરકારી ભરી રીતે ચલાવી નીકળી જોધપર ગામ તરફ થી આવતા ફરીયાદીના ભાઇ કીશોરભાઇ કરમશીભાઇ ચાવડા ઉવ-૩૧ વાળાને તેઓના સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રજી.નં.GJ-03-FC-9734 સહીત હડફેટમાં લઇ વાહન અકસ્માત કરતા ટ્રકના વ્હીલનો જોટો કીશોરભાઇના માથા ઉપર થી ફરી જતા માથુ ચગદાઇ જતા માથામાં ગંભીર ઇજાઓ થતા સ્થળ ઉપર જ મરણ જતા મોત નિપજાવી વાહન અકસ્માતની નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ નહી કરી પોતાનો ટ્રક રેઢો મુકી નાશી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના ભાઇ બળદેવભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઇ.પી.કો. કલમ-૨૭૯,૩૦૪-અ, તથા એમ.વી.એ. કલમ- ૧૮૪, ૧૭૭,૧૩૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર