મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મચ્છુનગર સોનેટ કારખાનાની સામે રહેતા કોકીલાબેન સુરેશભાઈ સોલંકી (ઉ.વ.૪૦) એ આરોપી ચતુરભાઈ પ્રજાપતિ (રહે. મચ્છુનગર ગામે) વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૭-૦૮-૨૦૨૨ ના રોજ બપોરના સુમારે ફરીયાદી પોતાના ઘર પાસે શેરીમા ઉભા હોય તે દરમ્યાન આરોપી ચતુરભાઇ પ્રજાપતિ મોટર સાઇકલ લઇ આવી ફરીયાદીનુ બાવડુ પકડી મોટર સાઇકલમાં બેસી જવાનુ કહી મારી નાખવાની ધમકી આપી જાહેરમા ગાળો બોલી જાતિ વિરૂધ્ધ અપ-શબ્દો બોલી ફરીયાદી તથા તેમના પતિ સાથે ઝપાઝપી કરી ગુન્હો કરતા આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે ગુન્હો ઇ.પી.કો. કલમ-૩૫૪,૩૨૩,૫૦૪,૫૦૬(૨), તથા એટ્રોશીટી એકટ ની કલમ-૩(૧)(R)(S), ૩(૧)(W)(1), ૩(૨)(૫-એ) હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.