રૂ.2687 કરોડના ખર્ચે નિર્મિત મચ્છુ-1 ડેમ થી બામણબોર ઉદવહન સિંચાઈ યોજનાના પંપીંગ સ્ટેશનનું લોકાર્પણ કરાયુ
મોરબી જિલ્લામાં વાંકાનેર પાસેના મચ્છુ ૧ ડેમ સિંચાઈ યોજનામાંથી બામણબોર ઉદવહન સિંચાઈ યોજના માટે બનાવવામાં આવેલ પંપિંગ સ્ટેશનનું કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ શાસ્ત્રોક્ત વિધિ કરી લોકાર્પણ કર્યું હતું.
મચ્છુ ૧ ડેમ સિંચાઈ યોજનામાંથી પાણી ઉદવહન કરી બામણબોર નાની સિંચાઈ યોજનાના લાભાર્થી ખેડૂત ખાતેદારોને સિંચાઈનું પાણી આપવા માટે જળ સંપતિ વિભાગ હસ્તકના રાજકોટ સિંચાઈ વિભાગ દ્વારા રૂપિયા ૨૬૮૭ લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. જળ સંપતિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ પંપીંગ સ્ટેશનની મુલાકાત કરી હતી અને સ્વીચ દબાવી પાણીનું ઉદવહન શરૂ કરાવ્યું હતું.
આ પ્રસંગે રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, પાણી પુરવઠા, સિંચાઈ વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ, સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.