મોરબી: વિદ્યાર્થીઓ, બાળકોને સતત ભણવું, લખવું, ગણવું વગેરેમાં કંટાળો ન આવે એટલે શાળાઓમાં વિવિધ સહાભ્યાસીક પ્રવુતિઓ કરાવવા આવતી હોય છે. જેથી બાળકોનો ઉત્સાહ જળવાઈ રહે, એવા હેતુ સાથે મોરબીની ટીંબડી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને મહામહિમ રાજ્યપાલના હસ્તે સન્માનિત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક કમલેશભાઈ દલસાણીયા પોતાનું ટાઈમ, ટિફિન, ટીકીટ લઈને શાળામાં આવી બે કલાક સુધી વાર્તા, જાણવા જેવું, અવનવા ગાણિતિક કોયડા, જાદુની પ્રવૃત્તિઓ જેવી કે બોર્ડ પર લખેલા શબ્દો પૈકી એક શબ્દ વિદ્યાર્થીઓ ધારી લે અને દાવ આપનાર વ્યક્તિ એ ધારેલો શબ્દ કહી દે, ચિઠ્ઠીમાં લખેલ શબ્દ કાનથી વાંચવો,સામાન્ય જ્ઞાન તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કેવી રીતે તૈયારીઓ કરવી વગેરે વિવિધ પ્રવૃત્તિઓ કરાવી કમલેશભાઈ દલસાણીયાએ ગમ્મત સાથે જ્ઞાન પીરસ્યું હતું.
શરૂઆતમાં શાળાના શિક્ષક દયાળજીભાઈ બાવરવાએ કમલેશભાઈનું પુસ્તક આપી સ્વાગત કર્યું હતું. શાળાના પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલાએ કમલેશભાઈની કર્મનિષ્ઠાને બિરદાવી માધાપરવાડી કુમાર અને કન્યા બંને શાળા વતી આભાર પ્રકટ વ્યક્ત કર્યો હતો.
