Tuesday, May 20, 2025

મોરબીની માધાપરવાડી શાળામાં વિશ્વસિંહ દિવસ,મેરી મિટી મેરા દેશ અને બાળમેળો એમ ત્રિવિધ કાર્યક્રમ યોજાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી,અત્રેની માધાપરવાડી કુમાર અને કન્યા શાળાના સંયુક્ત ઉપક્રમે વિશ્વસિંહ દિવસની ઉજવણી,મેરી મિટી મેરા દેશ તેમજ બાળમેળો એમ ત્રિવિધ કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં 10 ઓગષ્ટ એટલે ગુજરાત માટે ગૌરવપૂર્ણ દિવસ છે,વન વિભાગ દ્વારા આ દિવસે એશિયાખંડનું ગૌરવ એવા સિંહો માત્ર ગુજરાતના સૌરાષ્ટ્રના ગીરના જંગલમાં જ જોવા મળે છે,સિંહ એ ગુજરાતની આન,બાન અને શાન છે,પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ટ્વીટ કરીને પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે સિંહ એ જાજરમાન અને હિંમતવાન પ્રાણી છે,આજ રોજ માધાપરવાડી શાળાના બાળકોએ સિંહના મહોરા પહેરી સિંહની સ્ટેન્ડી સાથે સમૂહ તસ્વીર લીધી હતી અને ઓનલાઈન કાર્યક્રમ નિહાળી સિંહોના મહત્વ વિશે માહિતી પ્રાપ્ત કરી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરી હતી

ત્યારબાદ સ્વતંત્રતાના અમૃત મહોત્સવ નિમિત્તે *મારી માટી મારો દેશ* અંતર્ગત શિલાફલકમ સમર્પણ પંચપ્રાણ પ્રતિજ્ઞા,વસુધા વંદન, વિરો કા વંદન,ધ્વજવંદન અને રાષ્ટ્રગાન વગેરે કાર્યક્રમો કર્યા હતા જેમાં શાળામાં, ગ્રામ પંચાયતના મેદાનમાં 75 વૃક્ષો રોપ્યા હતા, બાળાઓએ સાંમૈયા દ્વારા માટીના કળશનું સ્વાગત અભિવાદન કર્યું હતું,75 દિપ પ્રજ્વવલન કરી ભારતમાનું પૂજન અને દેશનેતાઓ ક્રાંતિવિરોના બલિદાનોને નમન વંદન કર્યા હતા.ધ્વજવંદન અને રાષ્ટ્રગાન દ્વારા દેશભક્તિ, દેશપ્રેમ વ્યક્ત કર્યા હતા.ત્યારબાદ વિદ્યાર્થીઓ માટે મનગમતી પ્રવૃત્તિ એટલે રંગપુરની,ચિત્રકામ, બાળવાર્તા, બાળનાટક,અભિનય ગીત, બાળગીતો વગેરે પ્રવુતિ એટલે બાલમેળો તેમજ ધો.6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે લાઇફ સ્કિલ બાળમેળો જેમાં વિદ્યાર્થીઓને પંચર સાંધતા શીખવવું, ફ્યુઝ બાંધતા શીખવવું સરબત બનાવતા શીખવવું વગેરે વ્યવસાયિક પ્રવુતિઓ કરેલ હતી આમ બંને શાળાના 600 બાળકોએ ત્રિવિધ કાર્યક્રમોની મોજ માણી હતી.સમગ્ર કાર્યક્રમ માટે બંને શાળાના તમામ શિક્ષક ભાઈઓ બહેનોએ ખુબજ જહેમત ઉઠાવી હતી.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર