મધુપુર કરણીસેના મોરબી જીલ્લાના પ્રમુખ પદ પરથી જયદેવસિંહ ઘનશ્યામસિંહ જાડેજાએ આપ્યું રાજીનામું
મધુપુર કરણીસેના મોરબી જિલ્લા પ્રમુખના જયદેવસિંહ ઘનશ્યામસીંહ જાડેજાએ રાજીનામું આપતા જણાવ્યું હતું કે મારાં ધંધા ના કામકાજ ના કામોના કારણે તેમજ મધુપુર મેલડીધામ ટ્રસ્ટ ના કામકાજો ના લીધે મને અત્યારે પૂરતો સમય નથી મળતો જે માટે હું કરણીસેના ના જિલ્લા પ્રમુખ ના હોદા ઉપર બેસીને પણ સમાજ કાર્યોમાટે સમય નથી ફાળવી શકતો જેનો મને ખેદ છે.
કરણીસેના જિલ્લા પ્રમુખ પદ ઉપર રહીને અત્યારના સમયમાં હું મારી ફરજ નથી નિભાવી શકતો તેમજ મારો એક વર્ષનો સમય ગાળો પૂર્ણ થયેલ હોય અને મારે બે વર્ષ થઈ ગયા છે. જેથી કરીને આપ મારી જગ્યા પર કોઈ યોગ્ય વ્યક્તિની નિમણુંક કરો અને મને આ જવાબદારીમાંથી મુક્ત કરો એવી આશા વ્યક્ત કરી હતી.
કરણી સેના ટીમ દ્વારા મને ખુબજ પ્રેમ અને સાથ સહકાર મળ્યોછે કરનીસેના ટીમના બધાજ સભ્યો મારાં પરિવાર ના છે બધામાં સાથ સહકાર પ્રેમ બદલ હું હેમશા બધાનો આભારી રહીશ. તેમજ સમાજ લક્ષી કાર્યો માટે જયારે પણ જરૂર પડશે ત્યારે મારાથી શક્ય હું સમાજ લક્ષી કર્યોમાં સમાજની સાથેજ ઉભોરહીશ
મારા સમય ગાળાથી વધુનો સમય થતો હોવાના કારણે તેમજ મારાં હોદા ઉપર રહીને સંસ્થા ના કામકાજ ઉપર પૂરતો સમય નો આપી શકવાના કારણે કરણી સેના જીલ્લા પ્રમુખ પદ ઉપર થી જયદેવસિંહ જાડેજાએ સ્વેચ્છાએ રાજીખુશી થી રાજીનામુ આપેલ છે.