ટંકારામાં રહેણાંક મકાનમાંથી મેફેડ્રોન પાવડરના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો; 2.84 લાખનો મુદ્દામાલ જપ્ત
ટંકારા શહેરના રહેણાંક મકાનમાંથી નાર્કોટીકસ માદક પદાર્થ મેફેડ્રોનના મોટા જથ્થા સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો છે.
મોરબી એસ.ઓ.જી. સ્ટાફને બાતમી મળેલ કે, હાર્દિકભાઈ નરેન્દ્રભાઈ ભાડજા રહે. હરીઓમ સોસાયટી, ટંકારા વાળો પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર મેફેડ્રોન પાઉડરનો જથ્થો રાખી પોતાના ગ્રાહકોને ખાનગીમાં વેંચાણ કરે છે. જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપીના રહેણાંક મકાનમાંથી નાર્કોટીકસ માદક પદાર્થ મેફેડ્રોન ૮૩ ગ્રામ ૨૦૦ મીલીગ્રામ કિ.રૂ.૨,૪૯,૬૦૦ તથા મોબાઈલ ફોન નંગ-૨ કિ.રૂ. ૩૦,૦૦૦ તથા ડીઝીટલ વજનકાંટો નંગ-૦૧ કિં.રૂ.૫૦૦/- વિગેરે મળી કુલ કિ.રૂ.૨,૮૪,૬૦૦ના મુદ્દામાલ સાથે મળી આવતા નાર્કોટીકસ ડ્રગ્સ અને સાયકોટ્રોપીક સબસ્ટન્સિઝ એકટ-૧૯૮૫ હેઠળ કાર્યવાહી કરી ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવતા આગળની કાર્યવાહી ટંકારા પોલીસ સ્ટેશન દ્રારા હાથ ધરેલ છે.