“જય બહુચરાજી”ના નાદ સાથે મહેન્દ્રનગરથી બહુચરાજી સુધીની પદયાત્રાનો આજ થી પ્રારંભ
મહેન્દ્રનગર ગામથી બહુચરાજી માતાજી સુધી 17 વર્ષથી અવિરત પગયાત્રા
મહેન્દ્રનગર ગામના ભક્તો દ્વારા દર વર્ષે બહુચરાજી માતાજી મંદિરે પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આ પવિત્ર યાત્રાનો સતત 17મો વર્ષ છે, જેમાં આશરે 200થી વધુ ભક્તો ઉત્સાહભેર જોડાયા છે.
આ યાત્રાનું આયોજન કિશોરભાઈ બોપલિયા, અંબારામભાઈ રાજપરા, વીરજીભાઈ શેરીસિયા, કાંતિભાઈ સનાવડા, કારૂભાઇ કૈલા, મનજીભાઇ દેત્રોજા, પ્રાણજીવનભાઈ અને મહેન્દ્રનગર મિત્રવર્તુળ ભારે જહેમત ઉઠાવીને આ પદયાત્રા કરવામાં આવે છે.
ભક્તિ, એકતા અને શ્રદ્ધાથી ભરેલી આ યાત્રા ગામના યુવાનો માટે પ્રેરણારૂપ બની રહી છે. સતત 17 વર્ષથી ચાલતી આ પરંપરાએ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામૂહિક સંકલ્પ શક્તિ , એકતા , ભાઇચારો અને સૌહાર્દનો પણ સંદેશ આપે છે. આ પદયાત્રા શ્રધ્ધા, સમર્પણ, ત્યાગ અને સામાજિક સમરસતા નુ પ્રતિક બની રહી છે.