Thursday, December 4, 2025

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરની તમામ હોસ્પિટલોમા ચેકિંગ દરમિયાન ખામીઓ જણાતા સંચાલકોને નોટીસ પાઠવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી મહાનગરપાલિકા ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા શહેરના સર્વાગી અને સુવ્યવસ્થિત વિકાસ, બાંધકામોની કાયદેસરતા તેમજ નાગરિકોની સુરક્ષા ને પ્રાધાન્ય આપીને વિવિધ મહત્વપૂર્ણ કામગીરી સતત હાથ ધરવામાં આવી રહી છે. શહેરના આરોગ્ય સંકુલને વધુ સુરક્ષિત તથા નિયમસર બનાવવા હેતુસર મહાનગરપાલિકા વિસ્તારની કુલ ૧૩૧ હોસ્પિટલો ની SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) અનુરૂપ સુવિધાઓ, ઈમરજન્સી પ્રતિભાવ, ફાયર સેફ્ટી, પાર્કિંગ, બિલ્ડિંગ સ્ટ્રક્ચરલ સલામતી તથા જરૂરી લાયસન્સ અને પ્રમાણપત્રોની વિગતવાર ચકાસણી માટે ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા સ્થળ વિઝિટ હાથ ધરવામાં આવી હતી. તમામ હોસ્પિટલોની ભૌતિક તપાસ પૂર્ણ કરવામાં આવી છે અને SOP મુજબ ખામીઓ અથવા જરૂરી દસ્તાવેજોની ઉણપ જોવા મળેલ હોસ્પિટલ સંચાલકોને નોટિસ પાઠવી આપેલ છે , જેથી તેઓ નિયમસરની ત્રૂટીઓને નિર્ધારિત સમય મર્યાદામાં પુરી કરી શકે.

તેમજ GRUDA-2022 Act હેઠળ અનધિકૃત બાંધકામોને કાયદેસર કરવા માટે અરજીઓ સ્વીકારવાની પ્રક્રિયા ચાલી રહી છે. અરજદારોએ પ્રક્રિયા પુરી કરવા માટે જરૂરી દસ્તાવેજો, નકશા અને ફી સાથે અરજી કરવાની રહેશે. આ અંગે મહાનગરપાલિકા દ્વારા ફરીથી નાગરિકોને યાદ અપાવવામાં આવે છે કે અરજી કરવાની અંતિમ તારીખ ૧૭/૧૨/૨૦૨૫ છે, તેથી સમયમર્યાદા પૂર્વે અરજી કરવાની ખાસ વિનંતી છે. સમયમર્યાદા બાદ આવી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.

આ ઉપરાંત, ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા ગત અઠવાડિયે ટેકનિકલ પ્રક્રિયાઓને અંગે પ્રાપ્ત થયેલી તમામ ઝોનિંગ પ્રમાણપત્ર પાઠવી આપેલ છે. ઉપરાંત ૩ બાંધકામ પાડવાની મંજૂરી (Building Permission), ૨ વિકાસ પરવાનગી (Development Permission) તથા GRUDA-2022 હેઠળની ૪ અરજીઓ ને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યાનો આધાર લઈને મંજૂરી આપવામાં આવી છે, જેનાથી શહેરના સુનિયોજિત તથા નિયંત્રિત વિકાસને પ્રોત્સાહન મળશે.

મોરબી મહાનગરપાલિકા નાગરિકો, બાંધકામ વ્યાવસાયિકો, આર્કિટેક્ટો તેમજ હોસ્પિટલ સંચાલકોને વિનંતી કરે છે કે તેઓ નિયમોનું પાલન કરીને અને જરૂરી સુવિધાઓ સમયસર ઉપલબ્ધ કરાવી શહેરના આયોજનબદ્ધ વિકાસમાં સહભાગી બને. મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને વધુ સુવિધા ઉપલબ્ધ થાય તે માટે પારદર્શી અને ઝડપભરી કાર્યપ્રણાલી આગળ પણ ચાલુ રહેશે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર