મોરબીનો મહાકૌભાંડી આરોપી કનૈયાલાલ દેત્રોજા પકડાયો જ નથી, ભાગી ગયો કે ભગાડી દીધો ની ભૂલભૂલૈયા માં વડોદરા પોલીસ બરોબર ભરાણી
કનૈયાલાલ વિરુદ્ધ મોરબીમાં ગાંધીનગર ખેતીની કિંમતી જમીન ની છેતરપિંડી થી દસ્તાવેજ કરી લેવાની ફરિયાદ નામદાર કોર્ટ દ્વારા ફરીયાદ દાખલ કરવાનો આદેશ કરેલ હતો જે ફરિયાદ માં આજ દિન સુધી એક પણ આરોપીની ધરપકડ થઈ નહોતી
ફરિયાદી દ્વારા કનૈયાલાલ દેત્રોજા અને તેનો દીકરો વિશ્વાસ વડોદરા ખાતે આવેલ ઇન્ડિયન સુગર સ્પાઇસ હોટલ માં હોવાની જાણકારી આપેલ જેથી મોરબી પોલીસે વડોદરા ની ગોરવા પોલીસ ને જાણ કરતા ત્યાં ની ડી સ્ટાફ પોલીસે તારીખ ૧૪/૧૧/૨૫ ના આરોપી ની બપોરે ૧૨ :૩૫ વાગ્યે અટક કરી હતી અને તેની ગાડી પણ પકડી લીધી હતી
આરોપી ને પકડી ગોરવા પોલીસ સ્ટેશનમાં લઈ ગઈ જયા આરોપીની ઓળખ કરી ગોરવા પોલીસના કોસ્ટબેલ દ્વારા ઓફિશિયલ વર્ધી લખાવી ૨:૧૫ વાગ્યે મોરબી કંટ્રોલ માં ટેલિફોનીક વર્ધી લખાવી જેની મોરબી પોલીસ દ્વારા સ્ટેશન ડાયરીમાં નોંધ પણ કરી
આ દરમ્યાન બપોરે ૨:૪૫ વાગ્યે ફરિયાદી દ્વારા પણ ધરપકડના વિડિઓ અને ફોટો દ્વારા તપાસ કરતા અધિકારી ને લેખિત જાણ કરી જેથી મોરબી પોલીસ ૩ વાગ્યા આસપાસ આરોપી નો કબજો લેવા રવાની થઈ
મોરબી પોલીસ વડોદરા પહોંચે તે પહેલા સાંજે ૬ વાગ્યા ની આસપાસ આરોપી પોલીસ સ્ટેશન માંથી ફરાર થઈ ગયો જે મુદ્દો મીડિયા માં ચર્ચાતા પહેલા તારીખ ૧૫ ના રોજ એવા સમાચાર વહેતા થયા કે આરોપીને ઘભરામણ થતા હોસ્પિટલ જવાનું કંઇ નીકળી ગયેલ છે જે પરત ફર્યો નથી.
અચાનક ગોરવા પોલીસ સ્ટેશન નું સ્ટેશન દ્વારા ધરપકડ ની જગ્યાના CCTV ના DVR કબ્જે લઇ જાણે કંઈક જુદુ જ કરવા માંગતી હોય એમ હવે એવું જણાવે છે કે આવો કોઈ આરોપી પકડાયેલ જ નથી જયારે મોરબી કંઈક જુદુ જણાવે છે
હાલ તો આ મુદો ગુજરાત પોલીસ માં ટોક ઓફ ટાઉન છે જો રાજ્ય પોલીસ વડા આની તપાસ કરે તો સાચી હકીકત બહાર આવે એમ છે કેમ કે કોન્સ્ટેબલ દરજ્જા ના અધિકારીઓ આવી હિંમત કરી શકે નહીં