મોરબી: જોઈન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના કાંતિલાલ બાવરવાએ મોરબી જીલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરી જણાવ્યું છે કે મોરબી મહાનગરપાલિકા તથા જીલ્લા પંચાયતના નવા સીમાંકિતની નકલ તેમજ વોર્ડના નકશાઓની નકલની જરૂરત હોય અને આ સીમાંકન અને નકશા ઓ મળ્યા બાદજ અમો અમારા વાંધા આરજી રજુ કરી શકીએ તેમ હોય તાત્કાલિક મહાનગરપાલિકા તેમજ જીલ્લા પંચાયતના સીમાંકનની નકલ અને નકશાઓ આપવા કલેકટરને રજૂઆત કરી માંગ કરી છે.






