Thursday, December 11, 2025

મોરબી મહાનગરપાલિકા દ્વારા eNagar પ્લેટફોર્મ પર જ વિકાસ પરવાનગી સંબધિત અરજીઓ સ્વીકારાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ સરકારની સુચના મુજબ ટાઉન પ્લાનિંગં શાખા દ્વારા ઓફલાઇન પરવાનગી આપવાની પ્રક્રિયા અમલમાં હતી. જે હવે eNagar પોર્ટલ સંપુર્ણપણે કાર્યરત થયેલ હોવાથી નાગરિકોને ઝડપી, પારદર્શક અને સરળતાથી સેવાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્ય અન્વયે રાજ્ય સરકારના eNagar ઓનલાઈન પ્લેટફોર્મ પર જ વિકાસ પરવાનગી સંબધિત અન્ય પરવાનગીઓ જેવીકે બિલ્ડીંગ યુઝ પરમિશન (BU), ઝોનિંગ સર્ટિફિકેટ, પાર્ટ પ્લાન, POR (પર્શન ઓન રેકર્ડ) રજીસ્ટ્રેશન, જેવી બાબતોની અરજી ફક્ત ઓનલાઇન જ કરવાની રહેશે.

મહાનગરપાલિકા દ્વારા ઉક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હોય સમયની બચત થશે તથા ઉક્ત સંબધિત બાબતોએ અરજદારોને કચેરીની મુલાકાત લેવાની જરૂરિયાત રહેશે નહીં અને ઉક્ત બાબતોની અરજી પરની કાર્યવાહી ત્વરિત થશે. વધુમાં ઉક્ત બાબતોની અરજીઓ ઓફલાઇન સ્વીકારવાની સંપુર્ણપણે બંધ કરવામાં આવેલ છે જેથી સંબધિત પર્શન ઓન રેકર્ડ (POR)એ નોંધ લેવી, જેથી મહાનગરપાલિકા દ્વારા ઉક્ત બાબતોએ ઝડપથી કાર્યવાહી હાથ ધરી શકાય.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર