મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા કુલ 2025 પશુ પકડી ગૌશાળા તથા પાંજરાપોળમા મુકાયા
મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા માર્ચ 2025 થી 23 ડિસેમ્બર 2025 સુધી 2025 પશુ પકડેલ છે. વિવિધ વિસ્તારમાંથી રખડતા ઢૌર પકડીને આજુબાજુની ગૌશાળા તથા પાંજરાપોળમાં મૂકવામાં આવેલ છે.
તદુપરાંત પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા 178 પશુ માલિકોને લાયસન્સ આપવામાં આવેલ છે. 18 લોકોને ઘાસ વેચાણ માટેની પરમિટ આપેલ છે. આ ઉપરાંત 31 નાગરિકોના પેટડોગ રજીસ્ટ્રેશન કરેલ છે. પશુ માલિકોને પશુ રજીસ્ટ્રેશન કરવા તથા પેટડોગ માલિકને પોતાના પેટડોગ રજીસ્ટ્રેશન કરવા માટેની અપીલ કરીએ છીએ. આ ઉપરાંત કુલ મળીને 135 પશુપાલકોના 835 પશુઓનું RFID તથા Tagging કરવામાં આવ્યું છે. અને RFID તથા Taggingની કામગીરી હજુ કરવામાં આવી રહી છે.