મોરબી મહાનગરપાલિકાના કમીશ્નર દ્વારા ક્લસ્ટર નં-11 ની વિઝીટ કરાઈ
મોરબી મહાનગરપાલિકાના કમિશનર દ્વારા ક્લસ્ટર નં. ૧૧ની વિઝીટ કરવામાં આવેલ જેમાં ક્લસ્ટર નં. ૧૧ ના સફાઇ કર્મચારીની હાજરીની ચકાસણી કરવામાં આવેલ. આ ઉપરાંત લીલાપર ગ્રામ પંચાયત પાછળ, પ્રકાશ સોસાયટી, બોરીયાપાટી રોડ પાર્ટી પ્લોટ પાછળ, આલાપ રોડના ખૂણે, જુના સ્મશાન ખૂણા પાસે, લીલાપર રોડ આવાસના ખૂણે GVP પોઈન્ટની વિઝીટ કરવામાં આવેલ તથા વણકરવાસ, જુનું લીલાપર, દેવપાર્ક, લીલાપર રોડ, એવન્યુ પાર્ક સોસાયટી તથા આલાપ પાર્ક સોસાયટી ખાતે ડોર ટુ ડોરની કામગીરીનું મોનીટરીંગ કરવામાં આવેલ.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા દર મંગળવારે અઠવાડીક સફાઈ ઝુંબેશ અંતર્ગત શહેરી વિસ્તારમાં નવલખી ફાટક થી કુબેરનગરનું નાકું, વીસીપરા મેઈન રોડ, બેઠો પુલ, સિરામીક સીટી રોડ, મચ્છુ માતાજી મંદિર રેલીંગ, લાતી પ્લોટ, અવની પાર્ક મેઈન રોડ, શનાળા બાયપાસ રોડ, લીલાપર ચોકડી ખાતે ખાસ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ.
મોરબી મહાનગરપાલિકા દ્વારા શ્રમદાન ફોર મોરબી અંતર્ગત અવની પાર્ક મેઈન રોડ પર શ્રમદાનનું આયોજન કરવામાં આવેલ. આ શ્રમદાનમાં મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમુહ લગ્ન સમિતિ પણ જોડાયા હોય. આ ઉપરાંત વિવિધ NGO, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ તથા નાગરિકો જોડાયા હતા.