મોરબી મહાનગરપાલિકા દ્વારા નીચે જણાવેલ 11 ક્લસ્ટર ઓફીસમાં ટેક્સ ભરપાઈ કરી શકાશે
મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં અરજદાર દ્વારા ઓનલાઈન વેબસાઇટ તથા મોબાઈલ એપ્લીકેશનથી ભરવામાં આવે છે. પ્રોપર્ટી ટેક્સ તથા વ્યવસાયવેરો EC સ્વીકારવાની કામગીરી મહાનગરપાલિકા ઓફિસમાં સમય સવારે 10:30 થી સાંજે 5:00 કલાક સુધી તેમજ મહાનગરપાલિકા દ્વારા હાલે કુલ 11 (અગીયાર) નીચે દર્શાવેલ કલસ્ટર ઓફીસમાં ટેકસ ભરપાઈ કરવામાં આવશે.
જેમના સ્થળોમા કલસ્ટર-1 (નાની વાવડી પંચાયત), કલસ્ટર-2 (અમરેલી પંચાયત), કલસ્ટર-3 (મહેન્દ્રનગર પંચાયત), કલસ્ટર-4 (ભડીયાદ પંચાયત), કલસ્ટર-5 (ત્રાજપર પંચાયત), કલસ્ટર-6 (ગ્રીનચોક લાઈબ્રેરી), કલસ્ટર-7 (વિશ્વકર્મ બાલ મંદિર, વાંકાનેર દરવાજા પાસે), ક્લસ્ટર-9 (શનાળા ગ્રામપંચાયત), કલસ્ટર-10 (રવાપર ગ્રામ પંચાયત), કલસ્ટર-11 (લીલાપર ગ્રામ પંચાયત) ઓફિસમાં સવારે 10:30 થી સાંજના 04:00 કલાક સુધી વેરા સ્વીકારવામાં આવશે. તેમજ ભલે મહાનગરપાલિકામાં રૂમ નં-9માં POS મશીન દ્વારા અરજદારનો મિલકતવેરો લેવાનો શરૂ કરેલ છે. મહાનગરપાલિકા વિસ્તારના તમામ મિલકતધારકો/ભોગવટેદારને જાણ કરવામાં આવે છે. તેમજ હાલે ટેકસ શાખા દ્વારા 1200 જેટલા બાકીદારને માંગણા નોટીસ આપવાની કામગીરી શરૂ હોય ટુંક સમયમાં વોરંટ ટેકસ શાખા દ્વારા વોરંટ બજવણી કરી વેરો ન ભરનાર મિલકત ધારડની મિલકત સીલ કરવામાં આવશે.
તેમજ મહાનગરપાલિકાની https://mmegujarat.in/ વેબસાઈટપાથી તેમજ હાલ મહાનગરપાલિકાની એપ્લીકેશન ડેવલોપમેન્ટ કરવામાં આવેલ છે. જે એપ્લીકેશન Play Store પર જઈ Morbi Municipal Corporation લખતા મોરબી મહાનગરપાલિકાના લોગો વાળી એપ્લીકેશન ડાઉનલોડ કરી પ્રોપર્ટી ટેક્સ અને વ્યવસાયવેરોમાં જઈ મિલકત નંબર નાખી ઓનલાઈન મિલકતવેરો અને વ્યવસાયવેરો ઓનલાઈન સરળતાથી ભરી શકાશે. હાલે મોરબી મહાનગરપાલિકા દ્વારા ડેવલોપમેન્ટ કરવામાં આવેલ વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશન દ્વારા બહોળા પ્રમાણમાં અરજદારો એ પ્રોપર્ટી ટેકસ ઓનલાઈન ભરીને વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશનનો લાભ લીધેલ છે. જેના વેબસાઇટ, મોબાઈલ એપ્લીકેશનના QR કોડ નીચે દર્શાવેલ છે. નાગરિકોને સુવ્યવસ્થિત અને સત્વરે સેવાઓ મળી રહે તે હેતુથી મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા તમામ મિલકતધારકો/ભોગવટેદારને જાહેર અપીલથી જાણ કરવામાં આવેલ છે.