Sunday, August 24, 2025

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વરસાદી પાણી નીકાલની કામગીરી હાથ ધરાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી શહેરમાં આજે સવારે ૦૮:૦૦ કલાક થી બપોરના ૦૧:૦૦ કલાક સુધી ૪૮ મી.મી. વરસાદ પડેલ હતો. જે અન્વયે મોરબી મહાનગરપાલિકા હદમાં આવતા વિસ્તાર જેવા કે રાજેશ સાયકલ, લુહાણા પરા, કમલા પાર્ક, ગુ.હા.બોર્ડ-મોરબી-૨, પંચાસર રોડ, શનાળા રોડ વિગેરે વિસ્તારોમાં પાણી ભરવાના પ્રશ્નો ઉપસ્થિત થયેલ.

જે અન્વયે અત્રેની કચેરીના SWM શાખા, ડ્રેનેજ શાખા તથા સીવીલ & સીટી બ્યુટીફીકેશન શાખાના કર્મચારીઓ દ્વારા જરૂરી વાહનો, મશીનરી તથા સ્ટાફ સાથે સ્થળ પર રહીને પાણી નિકાલની કામગીરી ત્વરીત ચાલુ કરવામાં આવેલ. મ્યુનિસિપલ કમિશનર દ્વારા ટીમ સાથે પાણી ભરાયેલ વિસ્તારોમાં સાઈટ વિઝીટ કરી કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ છે. જે પણ વિસ્તારો પાણી ભરવાના પ્રશ્નો ઉપસ્થિત થયેલ છે તેનું નિરાકરણ આજરોજ સાંજ સુધીમાં કરવામાં આવશે અને રાત્રી દરમ્યાન દરેક સ્થળોની સફાઈની કામગીરી પણ કરવામાં આવશે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર