Thursday, January 1, 2026

મોરબીના મહેન્દ્રનગરમા રહેણાંક થતા વાણીજ્ય હેતું માટે બીનખેતી થયેલ જમીનમાં શરત ભંગ બદલ નવ લાખનો દંડ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામના સ.નં.૯૭ ની જમીન એ.૫-૧૨ગુ.મા રહેણાંક તથા વાણીજ્ય હેતુ માટે બીનખેતી થયેલ હોય જેમા શરતભંગ થતા મોરબી જીલ્લા કલેકટર દ્વારા શરતભંગ કરનાર દિનેશભાઇ પટેલને ૯,૩૮,૦૦૮ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

મોરબી જીલ્લા કલેકટર દ્વારા દિનેશભાઇ ગંગારામભાઈ પટેલ રહે. મહેન્દ્રનગર તા. મોરબીવાળા વિરુદ્ધ શરતભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામના સ.નં-૯૭ની જમીન એ.પ-૧૨ગુ. માં જિલ્લામાં પંચાયત કચેરી મોરબીના હુકમથી રહેણાંક તથા વાણીજ્ય હેતુ માટે બીનખેતી થયેલ છે જે જમીન શરતભંગ થતી હોવાની અરજી અરજદાર દલસાણીયા ધનજી રતનશીભાઈ દ્વારા મામલતદારને લેખિત કરી તપાસ કરવા જણાવેલ હોય જેથી પ્રાંત અધિકારીના જણાવ્યા મુજબ મહેન્દ્રનગર ગામના સ.નં.૯૭ ની જમીન એ.૫-૧૨ ગું.મા રહેણાંક તથા વાણિજય તુ માટે બિનખેતી થયેલ છે. આ જમીન ઉપર આશરે ૧૧ જેટલા કાચા પતરાના બાંધકામ કરી વાણીજ્ય હેતુ ઉપયોગ ચાલુ છે. જેમાં તમામ બાંધકામમાં છત પતરાની બનાવેલ છે. લે-આઉટ પ્લાનની વિગતે રહેણાંક તથા વાણિજયના પ્લોટના હદ નિશાન અલગ થઈ શકે તેમ નથી માપણી બાદ જ રહેણાંકમાં કરેલ બાંધકામનું ક્ષેત્રફળ નકકી થઈ શકે તેમ જણાય છે. ઉપરોકત વિગતની તમામ જગ્યા દિનેશભાઈ ગંગારામભાઈ ઝાલરીયાએ ભાડે આપેલ છે. અન્ય જગ્યા હાલે ખુલ્લી છે. તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, મોરબીના સંદર્ભ-૩ તળેના હુકમની શરતો ધ્યાને લેતા શરત નં.૨,૫,૮,૧૨,૩૭ મુજબની શરતોનું પાલન થયેલ નથી. તેમ જણાવેલ હોય, શરતભંગ કરવા મામલતદાર મોરબી તથા પ્રાંત અધિકારીએ દરખાસ્ત મુજબ અભિપ્રાય આપેલ હતો.

ઉલ્લેખનીય છે કે દિનેશભાઇ બિનખેતી થયેલ ત્યારથી ભાડા પેટે ઉપર જગ્યા આપતા આવે છે અને સરકારને ટેક્ષ ચુકવવામાં આવતો નથી. બિનકાયદેસર બાંધકામ સીવાયની જગ્યામાં દર બુધવારે બાંધકામ સીવાયની જગ્યામાં બુધવારીમાં દરેક પાથરણા વાળા પાસે પૈસા ઉંઘરાવતા હોય અને ત્યાં ખુબ જ ભયંકર ભીડ ભેગી કરતા હોય, રોડ પર પણ વાહન માટે ટ્રાફીક સમસ્યા હોય અને તે જગ્યામાં માણસો એક જ ગેટ માંથી ભીડ ભેગી થતી હોય અને ત્યાં કોઈ ફાયર સેફટી કે પાણીની લાઈન અંગેના કોઈ વ્યવસ્થા કરેલ નથી કે સીસીટીવી કેમેરા પણ ઉપલબ્ધ નથી જેથી રાજકોટ વાળી ગેમજોન જેવા બનાવ ન બને તેવી તાકીદી રાખવા ખુજબ જરૂરી છે. જે કોઈ સક્ષમ અધિકારીની મંજુરી વગર ચલાવતા હોય ત્યા કોઈ પણ માણસોની જાન હાની થાય તો તે અંગેની જવાબદાર કોની જેથી શરતભંગ કરવા હુકમ કરેલ છે.

જેથી જમીનમાં શરત ભંગ બદલ મોરબી જિલ્લા કલેકટર દ્વારા દિનેશભાઇ ગંગારામભાઈ પટેલને કુલ રૂપિયા ૯,૩૮,૦૮૮ રૂપીયાનો દંડ ફટકાર્યો છે. અને ૩૦ દિવસમાં દંડ જમા કરવા તાકીદ કરેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર