Saturday, January 10, 2026

મોરબી મહાનગરપાલિકા ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા જાહેર વ્યવસાયિક સંસ્થાઓની તપાસ કરાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

રાજ્ય સરકાર દ્વારા જાહેર સુરક્ષા, આરોગ્ય તથા નગર આયોજન સંબંધિત વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે નિર્ધારિત કરાયેલ નિયમો તથા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (S.O.P) અંતર્ગત મોરબી મહાનગરપાલિકા ની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા મોરબી શહેર વિસ્તારમાં આવેલી વિવિધ જાહેર તથા વ્યાવસાયિક સંસ્થાઓની નિયમિત (Periodic) તપાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ તપાસ અભિયાન માટે શહેરને અલગ-અલગ ક્લસ્ટરમાં વિભાજિત કરી આયોજનબદ્ધ રીતે સ્થળ પર જઈ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન રાજ્ય સરકારના નિયમો અનુસાર બાંધકામની માન્યતા, ઉપયોગની પરવાનગી, અગ્નિ સુરક્ષા વ્યવસ્થાઓ, ઇમરજન્સી એક્ઝિટ, જાહેર સલામતી તથા જરૂરી મંજૂરીઓ અંગે વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી.

આ કામગીરી અંતર્ગત કુલ 145 શાળાઓ તથા 131 હોસ્પિટલ્સની તપાસ પૂર્ણ કરવામાં આવી હતી. શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા, ઈમરજન્સી વ્યવસ્થાઓ તથા માળખાકીય સલામતી ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું, જ્યારે હોસ્પિટલ્સમાં દર્દીઓ તથા સ્ટાફની સલામતી, ફાયર સેફ્ટી અને નિયમનકારી મંજૂરીઓની તપાસ કરવામાં આવી હતી.

આ ઉપરાંત શહેરમાં આવેલી 33 હોટેલ્સ, 2 મલ્ટિપ્લેક્સ, તેમજ 44 સમાજ વાડીઓ પૈકી 25 સમાજ વાડીઓની તપાસ કરવામાં આવી હતી. જાહેર ભેગા થતી જગ્યાઓમાં ક્ષમતાનુસાર ઉપયોગ, સુરક્ષા ધોરણો અને અગ્નિ નિવારણ વ્યવસ્થાઓનું વિશેષ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

તેમજ ઔદ્યોગિક સુરક્ષા અને નગર આયોજનની દૃષ્ટિએ 33 ઉદ્યોગ એકમો તથા 151 કમર્શિયલ કોમ્પ્લેક્સની પણ હવે વિગતવાર તપાસ કરવામાં આવશે . અહીં બાંધકામની માન્યતા, ઇલેક્ટ્રિકલ તથા ફાયર સેફ્ટી અને ઉપયોગ સંબંધિત નિયમોના પાલનની ચકાસણી કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન જ્યાં રાજ્ય સરકારના નિયમો તથા S.O.P મુજબ ખામીઓ જોવા મળી હતી ત્યાં સંબંધિત સંચાલકોને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નાગરિકોની સુરક્ષા તથા નિયમિત નગર વિકાસ સુનિશ્ચિત કરવા માટે આવી તપાસ કામગીરી ભવિષ્યમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર