Monday, October 13, 2025

મહારાષ્ટ્રના વેપારી આરોપીને ચેક રીર્ટન કેસમાં ૧ વર્ષની સજા અને વળતર પેટે ફરીયાદીને રૂા.૨૯,૪૬,૨૩૮ /– રકમ ચુકવવાનનો હુકમ કરતી મોરબી કોર્ટ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ફરીયાદી નિલેશભાઈ અરજણભાઈ અમૃતિયા, પાર્ટનર વૈભવ પોલીવેવ એલ.એલ.પી, મોરબીવાળા ની ફરીયાદની એવી છે કે, ફરીયાદી મોરબી મુકામે વૈભવ પોલીવેવ એલ.એલ.પી નામની કંપની ધરાવે છે અને વણાવેલી થેલી,પી.પી. વણાવેલ ફેબ્રીક રોલ્સ બનાવવાનુ તથા વેચવાનુ કામ કરે છે.જેથી આરોપીને આની જરૂરીયાત પડતાં તેઓ ફરીયાદી સાથે સપર્કમાં આવેલ હતા. આરોપીએ તા. ૨૬/૧૦/૨૦૨૩ થી ૨૩/૧૨/૨૦૨૩ સુધીમાં કટકે કટકે કરી કુલ રૂ. ૧૪,૭૩,૧૧૯/- નો માલ મંગાવેલ હતો. ત્યારબાદ આરોપીને માલ મળી ગયા પછી આ માલનુ પેમેન્ટ કરવાનુ હોય જેથી આરોપીએ ફરીયાદીને આઈ.સી.આઈ.સી.આઈ બેંક શ્રીરામપુર, અહેમદનગર, મહારાષ્ટ્ર શાખાનો ચેક જેના ચેક નં.૦૦૫૮૮ વાળો રૂ. ૧૪,૭૩, ૧૧૯/– નો તા.૦૨/૦૪/ ૨૦૨૪ ના રોજનો સહી કરી ચેક આપેલ. આ ચેક આપતી વખતે આરોપીએ પાકુ વચન અને વિશ્વાસ આપેલ ચેક બેંકમાં વટાવવાથી ફરીયાદીને તેમની રકમ મળી જશે. આ ચેક ફરીયાદીએ તેમના એકસીસ બેંક, મોરબી બ્રાંચના ખાતામાં વસુલવા નાખતા તા.૦૬/૦૪/૨૦૨૪ ના રોજ “ફન્ડ ઈનસફીસીયન્ટ” ના શેરા સાથે પરત ફરેલ. આ ચેક તા.૦૬/૦૪/૨૦૨૪ ના રોજ “ફન્ડ ઈનસફીસીયન્ટ” ના શેરા સાથે પરત ફરતા ફરીયાદીએ આરોપીને આ ચેક ખાતામાં પૈસા ના હોવાથી પરત ફર્યાની જાણ કરતા આરોપીએ તે રકમ ફરીયાદીને આજદીન સુધી ચુકવેલ નથી. આમ ફરીયાદીની લેણી રકમ પરત ન આપવાનો આરોપીનો ઈરાદો સ્પષ્ટ જણાય આવે છે. ત્યારબાદ ફરીયાદીએ આરોપીને તેના વકીલ મારફત તા. ૨૦/૦૪/૨૦૨૪ ના રોજ નેગો. ઈન્સ્ટ્રુ. એકટની કલમ-૧૩૮ મુજબ લીગલ નોટીસ રજી. એડી. થી મોકલાવેલ અને તા.૦૨/૦૫/૨૦૨૪ ના રોજ આરોપીના સરનામે બજી ગયેલ તેમ છતાં ચેક મુજબની રકમ ડીમાંડ નોટીસમાં આપેલ સમય અનુસાર દિવસ-૧૫ માં ભરપાઈ કરેલ નથી. જેથી ફરીયાદી દ્વારા આરોપી વિરુધ્ધ ભારતીય વટાઉખત અધિનિયમની કલમ- ૧૩૮ મુજબ ન્યાયીક કાર્યવાહી અર્થે તેમના વકીલ જીતેનભાઈ અગેચાણીયા મારફત મોરબી કોર્ટમાં ફરીયાદ દાખલ કરાવેલ.

આ કેસ મોરબીના મહે.એડી.સીવીલ જજ અને જયુડી. મેજી.ફ.ક.ની કોર્ટમાં ચાલતા આરોપી વીરુદ્ધ પ્રોસેસ ઈસ્યુ કરતા આરોપી કોર્ટમાં હાજર થઈ અને તેઓને ક્રી. પ્રો. કોડની કલમ-૨૦૭ અન્વયે ફરીયાદ તથા તે લગતના કાગળાની કોપી આપેલ અને તેઓએ ફરીયાદમાં ઉલ્લેખ કરેલ ગુન્હાનો ઈનકાર કરતાં આંક-૦૮ થી તેમનો જવાબ તથા તેની સાથે આંક-૦૮ લગત આરોપીનો એફ.એસ. નોંધેલ છે.જેમાં આરોપી ઉપર ખોટો કેસ કરેલ છે તેવો તેમણે બચાવ લીધેલો છે.

આરોપીના પ્લી તથા એફ.એસ. રેકર્ડ થયા પછી આરોપી નામ. કોર્ટમાં હાજર રહેલ ન હોય અને આરોપીને હાલના કેસની જાણ હોવા છતાં તેઓ જાણી જોઈને ફરીયાદ પક્ષના પુરાવા દરમ્યાન આરોપી ગેરહાજર રહેલ છે અને તેમની ગેરહાજરીના કારણે ફરીયાદીની ઉલટતપાસનો હક બંધ કરવામાં આવેલ છે અને આરોપી તરફે ફરીયાદીની કોઈ ઉલટતપાસ કરેલ નથી અને ફરીયાદ પક્ષનો પુરાવો નોંધેલ બાદમાં ફરીયાદ પક્ષ દવારા કરવામાં આવેલ તમામ દલીલ માન્ય રાખી અને સાધનીક રેકર્ડ વંચાણે લઈ આરોપી પ્રવિણ શીવરામ મોડેનાઓને ઘી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ ૧૮૮૧ ની કલમઃ-૧૩૮ ના ગુન્હા સબબ તકસીરવાન ઠરાવવામાં આવેલ અને એક વર્ષની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ ફરમાવવામાં આવેલ અને ચેકની બાકી નીકળતી રકમ રૂા. ૧૪,૭૩, ૧૧૯/- ની ડબલ રકમ રૂા.૨૯,૪૬,૨૩૮ /- ચુકવવાનો દંડ ફરમાવવામાં આવેલ તથા તે દંડમાંથી ફરીયાદીને ફરીયાદવાળા ચેકની રકમ ફરીયાદ તારીખથી ચુકવણી તારીખ સુધીના વાર્ષિક ૯% વ્યાજ સહીત ચુકવી આપવા તથા દંડ ભરવામાં કસુર થયેથી આરોપીએ વધુ ૯૦(નેવું) દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ ફરમાવવામાં આવેલ.

આ કામમાં ફરીયાદી તરફે મોરબીના પ્રખ્યાત ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેનભાઈ ડી. અગેચાણીયા, કુલદીપ ઝિંઝુવાડીયા, રવી ચાવડા, કનૈયાલાલ બાવરવા, ક્રિષ્ના જારીયા, મહેશ્વરી મકવાણા, રોકાયેલા હતા.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર