મહાઠગ કિરણ પટેલ પ્રકરણમાં ED ની ટીમ તપાસ અર્થે મોરબી આવી !
મોરબી: મહાઠગ કિરણ પટેલનું પ્રકરણ નીતનવા વણાંકો લઇ રહ્યું છે જેની તપાસનો દોર જેમ ચાલી રહ્યો છે ત્યારે નવા નવા બણગા ફૂંકાઈ રહ્યા છે જેમાં મહાઠગ કિરણ પટેલના કોન્ટેકમાં રહેલ એક ઇસમ મોરબી રહેતો હોય જેથી ED ની ટીમ મોરબી તપાસ અર્થે આવી હતી તેવી માહિતી સુત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે.
મળતી માહિતી મુજબ કિરણ પટેલનો એક કોન્ટેક પર્સન મોરબીનો રહેવાસી હોય જેથી મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ઈડીની ટીમે ધામા નાખ્યા હતા જ્યાં કિરણ પટેલના સંપર્કમાં રહેલ એક ઇસમના રહેણાંક મકાન ખાતે ઇડીની ટીમે તપાસ ચલાવી હતી અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી જોકે ઇડીની ટીમને મહત્વના કોઈ દસ્તાવેજ કે પુરાવા હાથ લાગ્યા ના હતા તેવું પણ સુત્રો જણાવી રહ્યા છે મહાઠગ કિરણ પટેલ પ્રકરણનું મોરબી કનેક્શન ખુલતા ઇડી જેવી એજન્સીએ તપાસ અર્થે મોરબી ધક્કો ખાવો પડ્યો હતો અને કિરણ પટેલના પ્રકરણમાં હજુ કેટલા ખુલાસાઓ થશે તે કહેવું હાલ મુશ્કેલ છે.