Wednesday, January 7, 2026

મહેન્દ્રનગર નજીક વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે એક પકડાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના મહેન્દ્રનગર ચાર રસ્તા નજીકથી સીએનજી રીક્ષામાંથી વિદેશી દારૂની ૩૫ બોટલ તથા બિયરના ૧૫ ટીન સહિતના મુદ્દામાલ સાથે આરોપી રીક્ષા ચાલકની અટકાયત કરી હતી.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમને બાતમી મળી કે, ઘુંટુ ગામથી મોરબી તરફ આવતી એક સીએનજી રીક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી થવાની છે, જે બાતમીને આધારે પોલીસે મહેન્દ્રનગર ચાર રસ્તા નજીક વોચ ગોઠવી હોય તે દરમિયાન ઉપરોક્ત બાતમી મુજબની રીક્ષા ત્યાંથી પસાર થતા તેને રોકી, રિક્ષાની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની ૧૮૦મીલી.ની ૩૫ બોટલ કિ.રૂ.૩,૨૫૫/- તથા કિંગફિશર બિયરના ૧૫ ટીન કિ.રૂ.૩,૩૦૦/- મળી આવ્યો હતો. આ સાથે પોલીસે રીક્ષા ચાલક આરોપી વિષ્ણુભાઈ પેલાદભાઈ પાટડીયા ઉવ ૨૮ રહે. હાલ શોભેશ્વર રોડ મફતીયાપરા મૂળ રહે.નરાડી ગામ જી.સુરેન્દ્રનગર વાળાની સ્થળ ઉપરથી અટકાયત કરી સીએનજી રીક્ષા રજી.નં. જીજે-૦૧-ટીબી-૪૩૮૭ સહિત કુલ રૂ.૫૬,૫૫૫/-નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર