મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
મોરબીના મહેન્દ્રનગર ચોકડી હોમડેકોર મેળાના ગ્રાઉન્ડમાથી યુવકનું બાઈક કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટી સરસ્વતી હીલ્સ ફ્લેટ નંબર -૩૦૨ માં રહેતા દીપેનભાઈ રમેશભાઈ વડાલીયા (ઉ.વ.૩૪) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબીના મહેન્દ્રનગર ચોકડી હોમડેકોર મેળાના ગ્રાઉન્ડમાથી ફરીયાદીનુ હિરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૦૩-એચ.ડી-૧૩૦૨ જેની કિંમત રૂપિયા ૨૦,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.