મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ડમ્પરે હડફેટે લેતા બાઇક સવારનું મોત
મોરબીના સામાકાંઠા આવેલ મહેન્દ્રનગર ચોકડી પાસે બ્રીજ નજીક રોડ ઉપર ડમ્પરેએ જ્યુપીટર મોટરસાયકલને હડફેટે લેતા બાઇક ચાલક જગદીશભાઈ ગોરધનભાઈ ઉ.વ.૫૦વાળા આધેડનું મોત નિપજ્યું હોવાથી મૃતકના પુત્રએ આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના સર્કિટ હાઉસ રોડ પર આવેલ શિવમ પાર્ક માધવ હોલ વાળી શેરીમાં રહેતા હિતેષભાઇ જગદીશભાઈ પાટડીયા (ઉ.વ.૨૦) એ આરોપી ટાટા કંપનીનું ડમ્પર રજીસ્ટર નંબર -જીજે-૩૬-વિ-૫૧૪૯ ના ચાલક વિરુદ્ધ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી ટાટા કંપનીના ડમ્પર રજીસ્ટર નંબર જીજે-૩૬-વિ-૫૧૪૯ ના ચાલકે પોતાના હવાલાવાળુ વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ચોકડી ઉપર વણાંક પર ફરીયાદીના પિતાના મોટરસાયકલ ટી.વી.એસ. કંપનીનુ જયુપીટર રજીસ્ટર નંબર -જીજે-૩૬-એ.એસ.-૦૯૩૬ ને સાઈડના ભાગે ઠોકર મારતા ફરીયાદીના પિતા જગદીશભાઈને શરીરે માથાના ભાગે તથા હાથના તથા પગના ભાગે ગંભીર ઈજા પહોંચાડી ફરીયાદીના પીતા જગદીશભાઈ ગોરધનભાઈ ઉ.વ.૫૦વાળાનુ મોત નિપજાવી આરોપી નાશી જતા આરોપી વિરુદ્ધ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.