મોરબીના મહેન્દ્રપરામા રહેણાંક મકાનમાંથી પ્રતિબંધીત ચાઇનીઝ 17 ફિરકી સાથે એક ઝડપાયો
મોરબીના મહેન્દ્રપરામા વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી પ્રતિબંધી ચાઇનીઝ ફિરકી નંગ -૧૭ કિં રૂ. ૬૮૦૦ નાં મુદામાલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મકરસંક્રાંતિના તહેવાર અનુસંધાને ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ હોય જે અંગે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરતા મોરબીના મહેન્દ્રપરા શેરી નં – ૧૫મા રહેતા માહીરભાઈ મુસ્તાકભાઈ પાયક વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ પ્રતિબંધી ચાઇનીઝ ફિરકી નંગ -૧૭ ૬૮૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે પુછપરછ દરમિયાન અન્ય એક શખ્સ વિપુલભાઈ હસમુખભાઈ રહે. મોરબીવાળાનુ નામ ખુલતા પોલીસે બંને વિરુદ્ધ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.