મોરબીમાં મહેન્દ્ર ડ્રાઈવ રોડ પરથી બાઈકની ઉઠાંતરી
મોરબી: મોરબીમાં દીવસ રાત ઘરફોડી અને ચોરીના કેસમાં વધારો નોંધાય રહ્યો છે ત્યારે મોરબી મહેન્દ્ર ડ્રાઈવ રોડ રાજપૂત ખવાસવાડીની નજીકમાં રોડ પરથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ઉઠાવી ગયો હવાની મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના લગધીરવાસ વાણંદશેરી ભોયવાડ માં રહેતા મંજુરહુસેન સબીરહુસેન પાયક (ઉ.વ.૨૨) એ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૦૫-૦૯-૨૦૨૨ ના રોજ કોઇપણ સમયે મોરબી મહેન્દ્ર ડ્રાઈવ રોડ રાજપૂત ખવાસવાડીની નજીકમાં રોડ પરથી કોઈ અજાણ્યા આરોપીએ ફરીયાદીનુ એકસેસ ૧૨૫ મેટ બ્લુ કલર મોટરસાયકલ સને ૨૦૨૧ નુ મોડલ જેના રજી નં જીજે-૩૬-એ.બી-૯૫૨૯ વાળુ જેની કિ.રૂ.૪૦,૦૦૦/- વાળુ મોટરસાયકલ પરવાનગી વગર કે સહમતી વગર પાર્ક કરેલ તે જગ્યા એથી ખસેડી ચોરી કરી લઇ ગયા હોવાની મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.