મોરબીના મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો
મોરબી: મોરબીના મહેન્દ્રનગર ચાર રસ્તા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે આરોપી હરેશભાઈ પ્રાણજીવનભાઈ રૂપાલા (ઉ.વ.૩૯) રહે. આંદરણા તા.જી. મોરબીવાળાએ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૧ કિં રૂ.૫૨૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.