Sunday, August 3, 2025

મોરબીના મહેન્દ્રપરામા જુગાર રમતા આઠ પત્તા પ્રેમીઓ ઝડપાયાં 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના મહેન્દ્રપરા શેરી નં ૦૪ રામાપીરના મંદિર પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આઠ ઈસમોને રોકડ રકમ રૂ.૪૩૭૦૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના મહેન્દ્રપરા શેરી નં ૦૪ રામાપીરના મંદિર પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આઠ ઈસમો યશભાઇ હિરાભાઇ ખીટ (ઉ.વ.૨૨) રહે.મોરબી વાવડીરોડ કારીયા સોસાયટી શેરીનં.૨, વિક્રમભાઇ રમેશભાઇ પરસાડીયા (ઉ.વ.૩૨) રહે.મોરબી વાવડીરોડ જનકનગર શેરીનં.૧, હિતેષભાઇ રમેશભાઇ પરમાર (ઉ.વ.૨૭) રહે.મોરબીસ માધાપર શેરીનં.૧૮, સુનીલભાઇ ધનજીભાઇ નકુમ (ઉ.વ.૩૩) રહે.મોરબી માધાપર શેરીનં.૨૧, રવિભાઇ દેવાભાઇ ડાભી (ઉ.વ.૧૯) રહે.મોરબી માધાપર શેરીનં.૦૬, યોગેશભાઇ હરીભાઇ પરમાર (ઉ..વ.૩૬) રહે.મોરબી માધાપર શેરીનં.૦૯, મનીષભાઇ દેવકરણભાઇ ખાણધર (ઉ.વ.૩૬) રહે.મોરબી કારીયા સોસાયટી વાવડી રોડ, કિશનભાઇ હિતેષભાઇ ઉર્ફે છગનભાઇ ડાભી (ઉ.વ.૧૯) રહે. માધાપર શેરીનં.૧૪ મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૪૩૭૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી આગળ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર