મોરબીમાં મહીલા પર એક શખ્સનો લાકડાના ધોકા વડે હુમલો
મોરબી: મોરબી સિરામિક સીટીથી ચાલીને મહિલા ઘરે જતી હતી ત્યારે આરોપી શખ્સની પત્નીએ ઉભી રાખી ત્યારે આ શખ્સ ત્યાં આવી મહીલાને ગાળો દેવા લાગેલ ગાળો બોલવાની ના પાડતાં શખ્સે મહીલાને લાકડાના ધોકા વડે મારમાર્યો હતો. આ બનાવ અંગે મહીલાએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના ઉમીયાનગર શક્તિ ચેમ્બર પાછળ રહેતા અનીતાબેન જેશીગભાઈ સોલંકી (ઉ.વ.૪૨) એ આરોપી લલીતભાઈ રાઠોડ રહે મોરબી ઉમીયાનગર શક્તિ ચેમ્બર પાછળ મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૩-૦૭-૨૦૨૩ ના રોજ સવારના દશેક વાગ્યાના અરસામાં ફરીયાદી સવાર પોણાદશેક વાગ્યે સીરામીક સીટીથી ચાલીને પોતાના ઘરે જતા હતા ત્યારે આરોપીના પત્ની રવીનાબેન ઉભા રાખતા ત્યા ઉભા રહેલ તેમની સાથે વાતચીત કરતા ત્યારે આરોપી ત્યા આવીને બોલાચાલી ઝગડો કરીને ગાળો દેવા લાગેલ અને ગાળો દેવાની ના પાડતા આરોપી તેના ઘરમાથી એક લાકડાનો ધોકો લઈ માર મારવા લાગેલ અને ફરીયાદીના ડાબા હાથે તથા બન્ને પગે મુઢ ઈજાઓ પહોચાડેલ અને માથામાં ધોકા મારેલ અને મને માથામાં ધોકો લાગતા માથા માથી લોહી નીકળવા લાગેલ જેથી ભોગ બનનાર અનીતાબેને આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.