માળીયા (મીં)ના નવી નવલખી વિસ્તારની સિમમાંથી બંદુક સાથે એક ઇસમ ઝડપાયો
માળીયા મીયાણા વિસ્તારના નવી નવલખી સિમમાંથી દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે એક ઇસમને માળીયા મીયાણા પોલીસે ઝડપી પાડયો છે.
માળીયા મીયાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન, મળેલ બાતમીના આધારે, નવીનવલખી ગામની સીમમાથી દેશી હાથ બનાવટની જામગરી (હથિયાર) બંદુક નંગ-૦૧ કિં.રૂ. ૨૦૦૦ નાં મુદામાલ સાથે આરોપી સુભાનભાઇ આદમભાઇ મોવર (મીયાણા) રહે.નવી વલખી ગામ તા. માળીયા મીયાણાવાળાને પકડી માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનમાં હથીયારધારા તળે ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ.