માળિયામાંથી ખોવાયેલ ૦૬ જેટલા મોબાઇલ શોધી કાઢી અરજદારોને પરત કરતી પોલીસ
માળિયા; “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત “CEIR”પોર્ટલના ઉપયોગથી માળીયામાંથી આશરે ૧,૩૭,૯૯૮/- ની કિમતના ૦૬ જેટલા ખોવાયેલ મોબાઇલો શોધી કાઢી અરજદારોને માળીયા મીયાણા પોલીસ દ્વારા પરત કરવામાં આવેલ છે.
માળીયા મીયાણા પોલીસ સ્ટાફ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રજાજનોના ખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા પ્રયત્નશીલ રહી માળીયા મીયાણા પોલીસએ “CEIR” પોર્ટલનો ઉપયોગ કરી “CEIR” મા ડેટા એન્ટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કરી નીચે મુજબના ૦૬ મોબાઈલ કી.રૂ ૧,૩૭,૯૯૮ /- ના શોધી કાઢી, જે તે મૂળ માલીકને પરત સોપી તેરા તુજકો અર્પણ – કરી સેવા સુરક્ષા શાંતીના સુત્રને સાર્થક કરેલ છે.