માળીયા મી: સસ્તા અનાજની દુકાનમાંથી 4850 કિલો અનાજ ગુમ, સસ્તા અનાજની દુકાન પર પુરવઠાના દરોડા
માળીયા : માળીયા (મી) સસ્તા અનાજની દુકાનમાં પુરવઠા વિભાગ દ્વારા જાગૃત નાગરિકની બાતમીના આધારે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમા સસ્તા અનાજની દુકાનમાં ગરીબોને પૂરતો અનાજ ન મળતો હોવાની અને આ અનાજનો જથ્થની કાળી બજાર થઈ જતો હોવાની એક જાગૃત નાગરિકે મામલતદારને ફરિયાદ કરી હતી. તેથી પુરવઠા વિભાગ દ્વારા આજે અચાનક આ સસ્તા અનાજની દુકાનમાં ચેકિંગ કરતા અનાજનો ઓનલાઈન અને હાજાર સ્ટોક ચેક કરતા મોટી છેતરપિંડી બહાર આવી હતી. પુરવઠા વિભાગના ચેકિંગ દરમિયાન ૪૮૫૦ કિલો અનાજનો સ્ટોક ઓનલાઈન બોલતા હોય પણ દુકાનમાં આ માલ હાજર ન મળતા દુકાનદાર સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ આજે માળીયા મામલતદારને રેશનીંગ કાર્ડ ધારકોને ઘઉં ન મળતા હોવાની જાગૃત નાગરિકની ફરિયાદને આધારે નાયબ મામલતદાર જે સી પટેલ અને તેમની ટીમ દ્વારા માળીયામાં આવેલ સસ્તા અનાજની દુકાનમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે સસ્તા અનાજની દુકાનમાં ઓનલાઇન ઘઉંનો સ્ટોક ૪૮૫૦ કિલો દેખાડે છે જ્યારે દુકાનમાં સ્ટોક હાજર મળ્યો નહી.
જેથી માળિયા ગ્રાહક ભંડારના સંચાલક મયુરભાઈ કપૂરની દુકાનેથી રેશનકાર્ડ ધારકોને પૂરતા પ્રમાણ અનાજનો જથ્થો આપવામાં આવતો નથી અને આ સસ્તા અનાજનો ગરીબોને આપવાનો માલ બારોબાર સગેવગે થઈ જતો હોવાની ફરિયાદને આધારે નાયબ મામલતદાર જે.સી. પટેલ અને તેમની પુરવઠાની ટીમે આજે માળિયા ગ્રાહક ભંડારમા દરોડો પાડ્યો હતો અને દુકાનમાં ઓચિંતા ચેકિંગ કરતા અનાજનો જથ્થો ના હોવાનું જાણવા મળ્યું હતું. જેથી દુકાનમાં ઘઉંના જથ્થા બાબતે સંચાલકને ખુદે જણાવ્યું હતું કે ૫૦૦૦ કિલો ઘઉંની ઘટ છે જે ઓનલાઈન મુજબ ૪૮૫૦કિલો ઘઉં દુકાનમાં હોવા જોઈએ પણ આ ઘઉંનો જથ્થો હતો નહી જેથી નાયબ મામલતદાર સહિતની ટીમ દ્વારા પંચ રોજકામ કરીને આગળ કાર્યવાહી હાથ ધરી હતી.