મોરબી: ૧૦૦ ગ્રામ મેફેડ્રોન (MD) નાર્કોટીકસડ્રગ્સના જથ્થા સાથે માળીયાના ભીમસર ચોકડીના ઓવરબ્રિજ નીચેથી એક ઇસમને મોરબી એસ.ઓ.જી.ટીમે પકડી પાડયો.
પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય, ગાંધીનગરનાઓએ રાજયમા નશીલા પદાર્થોની બદી સદંતર નેસ્તનાબુદ થાય તેમજ તેની હેરાફેરી અટકાવવા એન.ડી.પી.એસ. એકટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશનુ આયોજન કરેલ હોય.
પોલીસ અધીક્ષકએ મોરબી જીલ્લામાં એસ.ઓ.જી.ની ચાર્ટર મુજબની કામગીરી કરવા અને એન.ડી.પી.એસ.ના કેસો શોધવા માટે સુચના કરેલ હોય જે અન્વયે મોરબી સર્કલ પો. ઇન્સ્પેકટર તથા એસ.ઓ.જી. સ્ટાફ પ્રયત્નશીલ હોય તે દરમ્યાન તા. ૦૫/ ૦૯/ ૨૦૨૨ના રોજ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ કે, એક ઇસમ સામખીયાળી બાજુથી મોરબી-માળીયા નેશનલ હાઇવે રોડ, ભીમસર ચોકડીના ઓવરબ્રીજ નીચે આવનાર છે અને શરીરે કાળી ચેકસ ડીઝાઇનવાળો શર્ટ તથા આછું કાળુ જીન્સનુ પેન્ટ પહેરેલ છે અને તેની ડાબી આંખમાં ખોટ છે અને તેની પાસે માદક પદાર્થ એમ.ડી. પાવડરનો જથ્થો છે.
જેથી મોરબી સર્કલ પોલીસ ઇન્સ્પેકટર તથા એસ.ઓ.જી.મોરબીના પોલીસ ઇન્સ્પેકટર તથા એસ.ઓ.જી. સ્ટાફ સાથે મોરબી-માળીયા નેશનલ હાઇવે રોડ ઉપર માળીયા પાસે આવેલ ભીમસર ચોકડીના ઓવરબ્રીજ નીચે હકીકત મુજબના વર્ણન વાળા ઇસમની વોચમાં હતા તે દરમિયાન હકીકતના વર્ણનવાળો ઇસમ મળી આવતા નામ ઠામ પુછ્યા પોતાનુ નામ દેવીલાલ મગારામ સેવર જાતે જાટ ઉ.વ.૨૪ ધંધો-મજુરી રહે.ખારા મહેચાન તા.સેણદ્રી જી.બાડમેર રાજ્ય રાજસ્થાન વાળાને માદક પદાર્થ મેફેડ્રોન(MD) વજન ૧૦૦ ગ્રામ કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/-ના જથ્થા સાથે પકડી પાડી ગુન્હામાં ઉપયોગ કરેલ મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૫૦૦૦/- તથા રોકડા રુપિયા કી.રૂ.૪૫૮૦/- મળી કુલ મુદામાલ કી.રૂ. ૧૦,૦૯,૫૮૦/- સાથે પકડી પાડી મજકુર ઇસમ વિરૂધ્ધ એન.ડી.પી.એસ. એકટ ૮(C),૨૧ મુજબ માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
