માળીયાના હરીપર ગામ નજીકથી જામગરી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો
માળીયા (મી) : માળીયા મીં. પોલીસ સ્ટેશન વિસ્તારના હરીપર ગામ પાસે ગુલાબડી રણ તરફ જવાના રસ્તેથી આરોપીને સિંગલ બેરલની જામગરી બંદુક સાથે માળિયા (મી) પોલીસે ઝડપી પાડયો છે.
માળીયા (મી) પોલીસને મળેલ બાતમીના આધારે માળીયા મીં. પોલીસ સ્ટેશન વિસ્તારના હરીપર ગામ પાસે ગુલાબડી રણ તરફ જવાના રસ્તેથી આરોપી સિંકદરભાઈ કાસમભાઈ સંધવાણી ઉં.વ.૩૮ રહે. માળીયા મીં. માલાણી શેરી સંઘવાણી વાસ તા.માળીયા મીં. વાળા પાસેથી સિંગલ બેરલ જામગરી બંદુક કિં. રૂ.૩૦૦૦/-નો મુદ્દામાલ સાથે મળી આવતા માળિયા (મી) પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે