માળીયાના જાજાસર ગામે જુગાર રમતા ચાર પત્તાપ્રેમી ઝડપાયા
માળીયા (મી): માળિયા (મી) તાલુકાના જાજાસર ગામે કોળીવાસ ચોકમાં ખુલ્લામાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ માળિયા (મી) તાલુકાના જાજાસર ગામે કોળીવાસ ચોકમાં ખુલ્લામાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી માયાભાઈ લક્ષ્મણભાઈ ખીટ, મનસુખભાઇ રામજીભાઇ પરમાર, જીલુભાઈ મોહનભાઈ ગોગરા તથા ઉકાભાઇ દેવાભાઈ સવસેટા રહે. બધાં જાજાસર તા. માળીયા (મી) વાળાને રોકડ રકમ રૂ.૩૧૪૦ ના મુદ્દામાલ સાથે માળિયા (મી) પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.