માળીયાના ખીરઇ ગામેથી દેશી હાથ બનાવટી બંદુક સાથે એક ઝડપાયો
માળીયા: માળીયા તાલુકાના ખીરઇ ગામેથી દેશી હાથબનાવટની સીંગલ બેરલ બારબોર બંદુક સાથે એક આરોપીને મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો છે.
મોરબી એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના સ્ટાફને મળેલ ખાનગી બાતમીના આધારે માળીયા મીયાણા તાલુકાના ખીરઇ ગામે નવાપરામાં રહેતા ગુલામભાઇ મોવરભાઇ લધાણી (મીયાણા) પોતાના રહેણાંક મકાને ગેરકાયદેસર લાયસન્સ વગર દેશી હાથ બનાવટનું હથિયાર (અગ્નીશસ્ત્ર) રાખે છે તેવી સચોટ બાતમી મળેલ હોય જે મળેલ બાતમીના આધારે ખીરઇ ગામે રેઇડ કરતા ગુલામભાઇ મોવરભાઇ લધાણી મીયાણા રહે. ખીરઇ, નવાપરા તા. માળીયા મીયાણા જી. મોરબી વાળાને દેશી હાથબનાવટની બારબોર બંદુક નંગ-૦૧ કિ.રૂ. ૫,૦૦૦/-ની સાથે મળી આવતા માળીયા મીયાણા પોલીસ સ્ટેશન ખાતે હથિયાર ધારા તળે ગુનો રજીસ્ટર કરાવેલ છે.