માળીયાના જુના ઘાટીલા નજીક જુગાર રમતા ૩ પત્તાપ્રેમી પકડાયા
મોરબી : માળીયા તાલુકાના જુના ઘાટીલાથી મંદરકી ગામ તરફ જવાના રસ્તે જાહેરમાં જુગાર રમતા ૩ પત્તાપ્રેમીને માળિયા (મી) પોલીસે પકડી પાડયા છે.
મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના જુના ઘાટીલાથી મંદરકી ગામ તરફ જવાના રસ્તે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી સંતોષભાઇ રાજુભાઇ દુદાણા, હસમુખભાઇ ભાહદુરભાઇ દુદાણા અને ચંદુભાઇ અમરશીભાઇ દુદાણા (રહે બધા મોતીનગર દેવળીયા તા. હળવદ)ને માળિયા (મી) પોલીસે ઝડપી પાડી રોકડ રૂ. ૮૬૪૦ અને મોબાઈલ ફોન -૦૩ કિં. રૂ. ૪૫૦૦ મળી કુલ રૂ.૧૩૧૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારધારા કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
