માળીયાના રાસંગપર ગામના પાટીયા નજીકથી બીયર ટીન સાથે એક ઝડપાયો
માળીયા (મી): માળિયા (મી) તાલુકાના રાસંગપર ગામના પાટીયે બસ સ્ટેશન પાસેથી બીયર ટીન સાથે એક ઈસમને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ માળિયા (મી) તાલુકાના રાસંગપર ગામના પાટીયે બસ સ્ટેશન નજીકથી આરોપી સંજયભાઈ જેઠાભાઈ પનારા (ઉ.વ.૨૬) રહે. મોરબી પીપળી શિવપાર્ક સોસાયટી તા. જી. મોરબી વાળાએ ગેરકાયદેસર રીતે રાખેલ બીયર ટીન નંગ -૦૨ કિં રૂ. ૨૦૦ નાં મુદામાલ સાથે માળિયા (મી) પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.