માળીયાના સુલતાનપુર ગામે બબાલ થતા બે પક્ષો વિરુદ્ધ સામસામે ફરીયાદ નોંધાઈ
માળીયા (મી): માળિયા (મી) તાલુકાના સુલતાનપુર ગામે આગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી માથાકુટ થતા બંને પક્ષો વિરુદ્ધ એકબીજાએ સામસામે માળિયા (મી) પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ માળીયા (મી) તાલુકાના સુલતાનપુર ગામે રહેતા લાભુભાઈ હલુભાઈ દેગામા (ઉ.વ.૪૨) એ તેમના જ ગામના આરોપી સુનીલભાઈ વિનોદભાઈ સીતપરા, અનીલભાઈ વિનોદભાઈ સીતાપરા, અનીલભાઈ દશરથભાઈ સીતાપરા તથા શૈલેષ નાથાભાઈ સીતાપરા વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૨-૦૭-૨૦૨૩ ના રોજ રાત્રીના નવેક વાગ્યાના અરસામાં ફરીયાદી તથા આરોપી સુનિલભાઈ સીતાપરાને અગાઉ થયેલ ઝગડો-બોલાચાલીનો ખાર રાખી આરોપી સુનિલભાઈ સીતાપરા, અનીલભાઈ વિનોદભાઈ તથા અનીલભાઈ દશરથભાઈ લોખંડનો પાઈપ તથા લાકડાના ધોકા લઈને ફરીયાદીના ઘર પાસે આવી ગાળો બોલતા હોય અને ગાળો બોલવાની ના પાડેલ તો તારા દિકરાને બવ હવા છે તેમ કહેવા લાગેલ દરમ્યાન ફરીયાદીનો દિકરો સુનીલ ઘર માંથી બહાર આવતા આરોપી સુનિલભાઈ સીતાપરાએ ફરીયાદીના દિકરાને માથાના ભાગે ધોકાનો ઘા મારેલ અને ફરીયાદી વચ્ચે પડતા ફરીયાદીને આરોપી સુનિલભાઈ સીતાપરાએ પાઈપનો ઘા ડાબા હાથે કાંડા પર મારેલ બાદ આરોપી શૈલેષ આવતા તેને ફરીયાદીને ઢીકા પાટુનો મુઢ માર માર્યો હોવાની ભોગ બનનાર લાભુભાઈએ આરોપીઓ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
જ્યારે બીજી ફરીયાદ માળિયા (મી) તાલુકાના સુલતાનપુર ગામે રહેતા સુનીલભાઈ વિનોદભાઈ સીતાપરા (ઉ.વ.૨૩) એ તેમના જ ગામના આરોપી સુનીલભાઈ લાભુભાઈ હલુભાઈ દેગામા તથા રાજેશભાઈ ચંદુભાઈ દેગામા તથા લાભુભાઈ હલુભાઈ દેગામા રહે. બધા સુલતાનપુર ગામ તા. માળીયા (મી) વાળા વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૨ -૦૭-૨૦૨૩ ના રોજ રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં ફરીયાદી તથા આરોપી સુનિલભાઈ દેગામાને બે દિવસ પહેલા બોલાચાલી થયેલ હોય જેનો ખાર રાખી આરોપી સુનિલભાઈ દેગામા તથા રાજેશભાઈ તથા લાભુભાઈએ ફરીયાદીની દુકાન પાસે આવેલ અને ફરીયાદી સાથે બોલાચાલી કરી ઝગડો કરવા લાગેલ અને ગાળો બોલતા હોય જેથી ગાળો બોલવાની ના પાડતા આરોપી સુનિલભાઈ દેગામાના હાથમા લાકડાનો ધોકો હોય જેના વડે ફરીયાદીને માથાના ભાગે એક ઘા મારેલ તથા સાહેદ અનિલભાઈ દશરથભાઈ સીતાપરા ફરીયાદીને છોડાવા આવતા આરોપી રાજેશભાઈએ તેને એક લાકડાના ધોકાનો ઘા જમણા હાથની આંગળી પર તથા બીજો ઘા મોઢાના ભાગે મારી નાની મોટી ઈજા પોહચાડી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર સુનિલભાઈ સીતાપરાએ આરોપીઓ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
આ બનાવ અંગે બંને પક્ષો દ્વારા માળીયા (મી) પોલીસ સ્ટેશનમાં સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૩૨૪, ૫૦૪, ૧૧૪, તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.