Tuesday, October 14, 2025

માળીયાના ખાખરેચી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબીના 21 દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

“ટીબી મુક્ત ભારત અભિયાન “અંતર્ગત ટીબી ના જરૂરિયાત મંદ દર્દીઓને પોષણયુક્ત ખોરાક મળી રહે તો તેનેરોગ માંથી જલ્દીથી સ્વસ્થ થવામાં મદદ રૂપ થઈ શકે. જે અંતર્ગત મોરબી માળીયા વિધાનસભાના ધારાસભ્ય  કાંતિલાલ અમૃતિયા, મોરબી જિલ્લા પંચાયત સદસ્ય વિકાસભાઈ થડોદા અને મહેશભાઈ પારજીયાએ , ખાખરેચી ગ્રામ પંચાયત ના સરપંચઓ પણ ટીબી ના દર્દીઓની આરોગ્ય સુખાકારી માટે આગળ આવી ટીબીના દર્દીઓ પ્રત્યે સહાનુભૂતિ દાખવી તેઓને પોષણયુકત આહારની કીટ વિતરણ કરેલ

અનેક સેવાકાર્યો માટે જાણીતા મોરબી જિલ્લા પંચાયત ના સદસ્ય તેમજ દાતા વિકાસભાઈ થડોદાએ ઉમદા માનવીય અભિગમ સાથે ટીબીના દર્દીઓના આરોગ્યમાં સુધારો લાવી તેઓ ટીબી મુક્ત બને તે દિશામાં અન્ય સંસ્થાઓએ, લોકોએ પણ આગળ આવી આ અભિયાનને સાર્થક કરવા સહયોગી બનવા તેમજ ટીબી મુક્ત ભારત બનાવવા અપીલ કરેલ.

ટીબી મુક્ત ભારત અભિયાન માં ટીબી દર્દીઓ માટે પોષણ નું મહત્વ સમજાવી દાતાઓ દ્વારા ટીબી દર્દીઓને કીટ આપવા પ્રોત્સાહિત કરી સંકલન ની કામગીરી માળીયા તાલુકા ના હેલ્થ ઓફિસર ડૉ.ડી.જી.બાવરવા તથા જિલ્લા ક્ષય અધિકારી ડૉ. ધનસુખ અજાણાએ કરેલ હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા,મોરબી તાલુકા ના સુપરવાઈઝર શૈલેષભાઇ પારજીયા તથા ખાખરેચી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉક્ટર સહિત તમામ સ્ટાફગણ એ જહેમત ઉઠાવી હતી.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર