માળીયા મીયાણામા ભીલવાસના શેરીમાંથી ચાર જુગારી ઝડપાયાં
માળીયા મીંયાણા શહેરમાં આવેલ ભીલવાસવાસના શેરીના નાકાં પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને રોકડ રૂપિયા ૯૪૦ નાં મુદામાલ સાથે માળીયા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન રેઇડ કરતા માળીયા મીંયાણા શહેરમાં આવેલ ભીલવાસવાસના શેરીના નાકાં પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો હિતેષભાઇ દેવજીભાઇ ચાવડા (ઉ.વ-૨૨) રહે. અનુ,જાતિવાસ તા.માળીયા મીં, રજાકભાઇ જુમાભાઇ સર્વદી (ઉ.વ-૩૦) રહે.નવા અંજીયાસર તા.માળીયા, યાશીનભાઇ અલ્યાસભાઇ ભટી (ઉ.વ-૩૫) રહે.મચ્છુ નદીના પુલ પાસે માળીયા મીં તા.માળીયા મીં, શેરમામદભાઇ ઉર્ફે શેરો હારૂનભાઇ કટીયા (ઉ.વ ૩૬) રહે. કોળીવાસ તા. માળીયાવાળાને રોકડ રૂપિયા ૯૪૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.